________________
ત્યારે પરિણામનો વિચાર પણ આવતો નથી. એ રીતે પરિણામની ચિંતા નહી કરતા કૌતક જેવાને નિશ્ચય કર્યો. કૌતક જેવા જતા કેવી પરિસ્થિતિ ઉભી થશે. તેને ખ્યાલ ન રાખતા બાગ દરવાજે ચોકી કરનાર સીપાઈને બેલા. ગાડીવાળાને પણ બેલા. અને માળીને પિતાની પાસે બોલાવ્યા. એટલે તેઓ તરતજ હાજર થઈ હાથ જોડી નમરકાર કરીને બેલ્યા કે સાહેબજી, શું હુકમ છે? ફરમાવે. ત્યારે છત્રકુંવરે કહ્યું કે બગીચામાં તાજા સુગંધી પુષ્પ ખીલેલા છે. તેના હાર ગજરો મારા માટે બનાવી લો. ચીઠીના ચાકર એવા તેઓએ કહ્યું કે બહુ સારું, આપે કહ્યું તે મુજબ કરશું. એમ કહી નમીને બગીચામાં ગયા.
મહાનુભાવો ? રાજસેવકે રાજહુકમ પ્રમાણે કાર્ય કરે છે. જેથી સુખને મેળવી શકે છે. તેમ જીનેશ્વરની આજ્ઞા ખરા દિલથી શીરપર ધરે તે હૃદયમાં સદા ક્ષાન્તિ રહ્યા કરે જેથી શ્રી નવકારમંત્રનું સ્મરણ પ્રસન્ન એક ચિત્તથી શુદ્ધ મનથી થાય અને મુક્તિ પદ મળે.
મહાનુભાવે ? રાગદ્વેષના નિમિત્તથી જીવને કૌતુક જેવાનું કૌતુક કરવાનું, કરાવવાનું મન થાય છે. એવું જાણવા છતાં પ્રમાદને વશ થઈ પાછો ભૂલ પડે છે અને પરિણામ વિચારતે નથી. જેથી દુઃખી દુઃખી થઈ જ્યાં ત્યાં ભટકે છે. અને અનેકાનક ભ. જન્મ મરણમાં પસાર કરે છે. . . '