SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. અપેક્ષાવાદ અને આત્મા [૪૫ આરે, જર્મનીના કૈસરે, અફઘાનના સુલતાને, ઇરાનના શાહે, પાટુગીઝ રાજાએ, સ્પેનની પાર્લામેન્ટે ગાદી છેડી દીધી હતી. શા માટે ગાદીએ છેડી હતી? કારણકે તેમને જીવ વહાલા હતો. રશિયાના ઝારને રાજય કરતાં પોતાના જીવ વહાલા હતા, તેથી રાજીનામુ આપી જીવ બચાવ્યેા હતા. જીવન એટલું બધું વહાલું છે કે તે આગળ ખધુ તુચ્છ છે, તા જગતના જીવાને પણ પોતપોતાનુ જીવન વહાલુ છે. આ વાત ફળ તરીકે જણાવી. “જગતને સુખ વહાલું છે. દુઃખ અળખામણુ છે,’” આ સિદ્ધાંત છતાં પણ આ સિદ્ધાંત, અપવાદ વગરને છે, તેમ નહીં. અપવાદવાળા આ સિદ્ધાંત છે. જે વસ્તુ ગમી હાય, સુંદર લાગી હાય, ગમેલી સુંદર વસ્તુ માટે સુખના ભાગ આપવા, ને દુઃખ સહન કરવા જીવ તૈયાર થાય છે. માટે જ શાસ્ત્રકારોએ સુદરપણાને પહેલુ પ્રાપ્ત કરવા ચેાગ્ય ગણ્યું. પહેલવહેલુ વિવેકીઓને પ્રાપ્ત કરવા લાયક શુ? જેમાં સુંદરપણુ હાય તે પ્રાપ્ત કરવા લાયક, સુંદરપણાની ઈચ્છા દરેકને રહે તેમાં અપવાદ રહી શકતા નથી. સુદરની સાદ્ધ માટે દરેક જીવ મથે છે. એમાં અપવાદ નથી. સુખ માટે અપવાદ નથી, પર તુ સુ ંદર મેળવવાની ચાહનામાં અપવાદ નથી. સારાં ગમેલી ચીજ મેળવવામાં ચાહના! તેમાં અપવાદ નથી. સુંદરપણું કાની ઉપર આધાર રાખે છે ? દેખનારની બુદ્ધિ ઉપર. સુંદરપણાના આધાર કાની ઉપર ? સુ ંદરતાની તપાસ કરનારની બુદ્ધિ ઉપર. કીડી, મકાડી સારા રસમાં, ગંધમાં સુંદરતા ગણે છે. સામાન્ય જગતના જીવા જેઆ માહમાં મૂંઝાયા છે, તેએ અને દારુમાં ચકચૂર બનેલા માનવીએ સુંદર કઈ ચીજ, તે સમજી શકે નહીં. તેવી જ રીતે આ જગતમાં મોહની માયામાં સૂ ઝાયેલા, મોહના ઘેનમાં છકેલા આત્મા, પોતાને માટે સુંદર શુ' છે, તેના પર ક્ષા-નિણ ય કરી શકતા નથી. આત્માને મેળવવા લાયક કયું સુંદર છે, તેના આ જીવે ખ્યાલ પણ કર્યાં નથી. સુ ંદર શું? તે સમજાવું, તે પહેલાં એક વાત ખ્યાલમાં લઈ લે. જે કેાઇપણ તમારી ઉપર હુકમ બજાવે. જેમ કે-વૈદ્ય કહે કે-મરચુ' ના ખાશે.' એ વૈદ્યે હુકમ કર્યોઃ એ એના સ્વાર્થી માટે હુકમ નથી.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy