________________
૫૧, સાધન અને સાધ્ય
[૪૧૩ કેવળજ્ઞાનથી અને તેમના હુકમથી હિંસાદિકમાં કર્મ લાગ્યા હોય અને ત્યાગથી કમ છૂટી જતાં હોય તેમ બન્યું નથી. દીવાએ ચેર કે મહેમાનને આણ્યા નથી, દીવાએ માત્ર તેમને ઓળખાવ્યા છે. અર્થાત્ ચોર અને મહેમાનને દીવાએ એળખાવ્યા છે. એમ તીર્થકરેએ જગતમાં થતાં પાપ, પુણ્ય, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા સંસારનાં કારણે અને મેક્ષનાં કારણે માત્ર ઓળખાવ્યાં છે. આ વાત આપણુમાં પ્રસિદ્ધ છે. લક્ષ્ય દઈએ તે એ વાત પ્રસિદ્ધ છે. વિનgourત્ત તત્ત જસ્ટિહિમ સુરમો ધ’ જિનેશ્વરોએ પ્રરૂપે એ ધર્મ છે. જિનેશ્વરે કાંઈ બનાવ્યું નથી, એમણે અધર્મને ધર્મ ને ધમને અધર્મ બનાવ્યું હોય તેમ કરેલું નથી. એમણે જગતમાં જે જીવનું બની રહ્યું હતું તે બતાવ્યું છે. આથી જિનેશ્વરને ચંદ્ર સમાન, દીવા સમાન, સૂર્ય સમાન માનીએ છીએ. કડિયા, સુથાર, કુંભાર તરીકે માનતા જ નથી. કડિયા આદિ પદાર્થ ખડે કરે છે.
બીજા લેકે જગતના કત તરીકે પરમેશ્વરને માને, તે ભલે કડિયા, સુથાર, મોચી, કુંભાર તરીકે માને. આપણે તે તરીકે માનવાની જરૂર પડતી નથી. જે રૂપે જે વસ્તુ હોય તેને તે રૂપે માત્ર દીવો જણાવી દે, તેમ જિનેશ્વર મહારાજા આશ્રવને આશ્રવરૂપે ને નિર્જરાને નિજ રારૂપે જણાવે છે. પણ કહેવું પડે કે દીવાએ ચોરને જણાવ્યું, ત્યારે જ ચેરને ભગાડી શકયા ને તિજોરીનું રક્ષણ કરી શક્યા. અજવાળું ન હોય ને ચેર ન ઓળખાય તે શું થાય ? તેમ આપણા આત્માએ ઉદ્યમ કરી પાપ ખસેડવાનું છે, પુણ્ય લાવવાનું છે, કર્મ રિકવાનું છે, તોડવાનું છે. એટલું જ નહિ પણ કર્મ ખપાવીને મેક્ષ મેળવવાનું છે. જેમ દીવાનું આલંબન દરેકમાં જોઈએ તેમ આપણે પાપને તીર્થક હઠાવવવા નથી, તીર્થકર આવતાં કમકવા વચમાં આવવાના નથી, હાથ પકડી મેક્ષે લઈ જવાના નથી પણ તીર્થકરેના ઉપદેશરૂપ આલંબન છે. દીવ ચોરને અંગે જેમ કંઈ કરતું નથી પણ માલને બચાવ, ચિરનું ભગાડવું તે દીવાને આભારી છે, તેમ જે પાપથી બચીએ અને સંવરમાં પ્રવતીએ, મેક્ષ તરફ આગળ વધતા જઈએ તે તે બધું તીર્થંકર રૂપ દીવાને જ પ્રતાપ છે.