________________
છે દેશના
સાધન અને સાધ્ય
UR ૫૧
છે
| શ્રોતાના બે પ્રકારઃ તવંગવેષક અને રસગવેષક :
શાસ્ત્રકાર મહારાજા વિજયરત્નશેખરસૂરીશ્વરજી ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે શ્રીપાલ ચરિત્રને રચતાં કહે છે કે તત્ત્વસુશ્રુષાવાળા કેને ગણવા અને રસસુશ્રષાવાળા કેને ગણવા? આખી કથામાં ઉપાદેય તત્ત્વ કયું? તેની ઉપર જ ધ્યાન આપે. કલકત્તા જવા નીકળ્યા છીએ. રસ્તામાં ઘણું સ્ટેશન આવે અને દરેક સ્ટેશન વટાવવું પડે પણ કલકત્તાનું લક્ષ્ય તમે ચૂકે નહિ, તેમ કથામાં અર્થની, કામની તથા રાજ્યની કથા થાય. દેશકથા, ભકતકથા, સ્ત્રીકથા પણ થાય. બધું કથામાં હોય, પણ બધું તેને વચલા સ્ટેશન જેવું ગણે. ટટ્ટાર થવાનું કલકત્તાના સ્ટેશને છે તેમ બીજી બધી કથા ચાલે તેમાં ઉદાસીન ભાવ, રાખીને જ્યાં તત્ત્વ આવે ત્યાં જ લક્ષ્ય રાખવું જ્યાં તત્ત્વની ધારણ કરીને સાંભળનારા તે તત્ત્વજિજ્ઞાસાવાળા અને બાકીના પ્રાયઃ રસ-જિજ્ઞાસાવાળો હોય છે.
તમારી પાસે ગાડીમાં નાને ભાઈ બેઠો હોય તેને કલકત્તા જેટલું તત્વ ન હોય પણ તેને વચલા સ્ટેશન પર થતી ધમાલ વગેરે જેવામાં તત્વ હેય. વચમાં આવતી અર્થાદિકની કથામાં લીન થઈ જવા લાગે ત્યારે સમજવું કે આ રસકથાવાળે છે. તે માટે હરિભદ્રસૂરિ કહે છે કે તે ધર્મકથા હોય તે પણ દુનિયાદારીનું જ દષ્ટાંત આપીને સ્થિર કરાય છે. રાજા મહારાજાને બાહ્ય સુખ હોય છતાં તેનું મગજ અદ્ધર રહે છે. રાતે સૂતાં પણ વિચારોના વમળમાં વહ્યા કરે તેથી તે રાજાઓ પિતાની પાસે કથકે રાખે છે. કWકે કથા જ કહેનારા હોય છે. નાના બાળકને ઊંઘાડવા માટે માતા અને બહેને હાલરિયાં ગાય અગર વાતે કરે તેમાં તત્ત્વ ઊંઘાડવાનું છે. રાજ ઊંઘ લાવવા માટે જ બારોટ વગેરે કથકે રાખે છે. એટલે બીજા વિચારે ન આવતાં તે વાતમાં મગજ જાય