________________
૪૬. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૭૭ અનાર્યક્ષેત્રમાં ધર્મ મળી જાય તેથી અનાર્યક્ષેત્ર ધર્મનું સ્થાન ન ગણાય. ધર્મનું સ્થાન તે આર્યક્ષેત્ર જ છે. એવાં આર્યક્ષેત્ર સાડી પચ્ચીસ છે.
કાળ આરાધના તે સામાન્યથી ત્રીજા આરાને છેડે, ચોથે આવે અને પાંચમા આરામાં ૨૧ હજાર એળે કાળ છે. જિનેશ્વર ભગવાને તેટલે કાળ સાધુ શ્રાવકોને આરાધનાને અંગે નિયમિત ઉપયોગી તરીકે વિશેષથી જણાવ્યું. જિનેશ્વર ભગવાને કાળનું નિયમન કરી આરાધના કહી છે, સાધુને અંગે આવશ્યકમાં-વ્યવહારમાં આઠમ, ચઉદશ ઉપવાસ ન કરે તે આલેયણ, માસીએ છઠ સંવછરીએ અઠમ ન કરે તે આલેયણ આવે. આરાધન કાળ થકી નિયમિત કર્યું. ઉપવાસ કરે ત્યારે આઠમ માનવી એમ નહીં; પણ આરાધનાને અંગે તિથિ લેવા માંગે છે, તેઓને ઉપવાસ કરે તે જ દિવસે આઠમ. જેઓ ઉપવાસને અંગે આઠમ, ચઉદશ માનનારા હેય તેઓને આઠમને ક્ષય કર્યો કેમ પાલવશે ?
પર્વતિથિલેપકેને શાસ્ત્રકારની ચીમકી. દીકરાની વહુને તેડવા જાય પણ દીકરો રાંડ છે તે પછી કેને તેડવા જવું ? આઠમને અંગે ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત, પણ આઠમ છે જ નહીં તે પ્રાયશ્ચિત્ત શાનું? ક્ષય પામેલી આઠમ ગણી તે ઉપવાસ કયાંથી આવ્યું? કહે કે-તિથિને અંગે આરાધના છે. આરાધનાને અંગે તિથિ નથી આરાધનામાં પર્વ તિથિ ક્ષય પામેલી માનીને તેનું આરાધન કરનારાઓ વિચારે તે આ વસ્તુ તેમને બરાબર સમજાશે.
ટીપ્પણામાં ભાદરવા સુદ અને ક્ષય આવ્યું, તે આરાધનામાં વચ્છરી ક્યારે ગણવી? કયારે કરે ? ત્રીજે સંવચ્છરી કરશે? શાસનને અનુસરનારા ત્રીજનું નામ નહીં કહે. તત્વતરંગિણીમાં ચોખા શબ્દમાં કહ્યું છે કે-૧૪નો ક્ષય હેય તે વખતે “તેરસ” એમ બોલાય નહીં. કેટલાકે કહે છે કે–એ તે પાંચ પચાસ વરસથી ચાલ્યું છે, તો તેમણે ૧૬૧૫ને તવતરંગિણી ગ્રંથ જોઈ લે કે-“ચૌદશના ક્ષયે તેરસ એવું નામ પણ કહેવાને સંભવ નથી. ધર્મના કામમાં ચૌદશ જ છે. મુહુર્તાદિ વિશેષકાર્ય સિવાય ૧૩ કહેવાય નહીં.