________________
૪૬. દ્રવ્ય ક્ષેત્ર અને કાળ આરધના
[૩૭૩ જવામાં તે આશા નથી તેથી વિચારે છે કે-લાજથી ઘેર ન જવાય.” ભરત ધિક્કારે તે શું થાય? ભરત મહારાજા તે વસ્તુને અધર્મ ન ગણે તે મરીચિને ઘેર જવામાં વાંધે જ શું? પિતાનો દીકરે પતિત થાય તેને ભરત ધિક્કારનાર હતા. મરીચિ ત્યાં પગ કેમન દઈ શકો? ભરત મહારાજા, પતિત તરફ ધિક્કારની દ્રષ્ટિ રાખે છે. ભરત મહારાજાના હૈયામાં ગુણની પૂજા કેટલી બધી હશે ? ગુણના હાસમાં, ગુણથી દૂર થયેલ પિતાના પુત્ર ઉપર પણ પ્યાર તે નહીં, પણ ધિક્કાર છે.
ભરત મહારાજાના હૈયામાં એક અંશ પણ ગુણની કિંમતમાં ખામી હોત તે મરીચિને પિતાનાં તે કુટુમ્બની કિંમત આગળથી થયા વગર રહેત નહીં. દીકરા તરફ પ્રીતિ રહે છે, છતાં ધર્મશાસ્ત્રની રીતિએ અવગુણ તરફ ધસેલા તરફ ધિક્કાર જ હોય. આથી એ મરીચિને “પરિવ્રાજકપણું સ્વીકારું પણ ઘેર ન જવું. એ નિર્ણય ઉપર આવવું પડ્યું.
ભરત મહારાજાએ પણ “આ બિચારો રખડી જશે એમ પણ પ્રભુને ન કહ્યું! પરિવ્રાજકપણું સ્વીકાર્યું તે પણ ન કહ્યું કે–પતિત થયો છતાં ઉત્તમ પ્રરૂપણાવાળો તે છે.” અધમ પ્રરૂપણની વાત જુદી છે. મરીચિના પરિવ્રાજકપણામાં પણ “સાધુ ઉત્તમ છે. હું પાપી હલકે છું.” આ સ્થિતિ છે. ત્યાં સુધી સમકિત ખસ્યું નથી ગણતા. પતિત થયે છતાં પ્રરૂપણુ-માન્યતા સાચી જ છે. સાધુએ ઉત્તમ છે, એમ જ માન્યતા છે. એક બાજુ પતિત થાય અને બીજી બાજુ સાધુ કરતાં પણ પિતાને મહા સ્થિતિમાં મૂકવા જાય તેવાને કહેવું જ શું? પિતાના મનમાં સાધુની મહત્તા રાખીને મરીચિ, પરિવ્રાજકપણામાં રહેલ છે.
પ્રભુને ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે-કેઇ તીર્થકરને જીવ અત્રે છે?” પ્રભુએ મરીચિ જણાવ્યું. ભરત મહારાજે જોયું તે એ ખૂણામાં બેઠેલે છે. એ જોઈ તે વિચારે છે કે-“પતિત પરિણામને ધિકારતે હેવો જોઈએ, કારણ કે તે પર્ષદામાં નથી બેસતે, ખૂણામાં બેસે છે. “જે પતિતપણામાં સમજતું હોય તેને જાહેરમાં બેસવાનું સ્થાન ન હોય.” ત્યારે ભરત મહારાજા મરીચિને વંદન કરવા જાય છે અને ત્યાં પણ સ્પષ્ટ કહે છે– મરીચિ ! હું તારા જન્મને,