SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮) દેશના મહિમા દર્શને સિદ્ધિ થતી નથી. “આત્માનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થાય તેવા મોક્ષને હું મળવું” એવી જેની ઈચ્છા થાય તેને જ શાસ્ત્રકારે ભવ્યની છાપ આપે છે. ભવ્ય એટલે મેક્ષ માટે લાયક. મેક્ષ માટે લાયક નહીં તે અભ. આત્માનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જે માને, મેળવવાને છે મેળવવા મથે તે ભવ્ય. તેનું નામ લાયક. ક્યા જીવોને લાયક ગણવામાં આવ્યા છે ? ભવ્ય ગણવામાં આવ્યા છે? જેઓ આત્માના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપને માનવાવાળા થાય તેઓને. તે માનવાવાળા ન થાય, ત્યાં સુધી તેને લાયક કહેતા નથી. ભવ્યની નિશાની એ કે-ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળમાં આત્માના શદ્ધ સચ્ચિદાનંદ રૂ .આળ થાય, તેવા અને ઉપદેશ -ધર્મને લાયક માને છે. તેવા ભવ્ય જીવ મેક્ષની માન્યતાવાળા થાય, પરંતુ ઈચ્છા માત્ર કાર્ય કરનારી ચીજ નથી. કાર્ય કરનારી ચીજ બીજી જ છે. સર્વને ધનવાન થવાની ઈચ્છા હોય છે, પણ સર્વ ઇચ્છામાત્રથી ધનવાન થઈ જતા નથી. ‘ાર દિ થયા કારણે મળી ગયાં, તે કાર્યો આપોઆપ સિદ્ધ થવાનું. કારણે ન મળે તે કાર્ય ન થાય. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ થવું, તેનાં કારણે કયાં? જે જે આસ્તિક મતવાળા છે. તે તમામ મોક્ષને રસ્તે બતાવે છે તેમાં કેટલાક જ્ઞાન માત્રને, કેટલાક ક્રિયા માત્રને, કેટલાકશ્રદ્ધા માત્રને, કેટલાક શ્રદ્ધા, જ્ઞાન અને વર્તનને મેક્ષને રસ્તે બતાવે છે. કઈ પણ કાર્ય કરતી વખતે ત્રણ વસ્તુ ઉપર ધ્યાન રાખવું પડે, પ્રથમ કાર્ય કરવાને નિશ્ચય. મારું આ જ કર્તવ્ય, આમ નિશ્ચય કરે તે જ કાર્ય સાધી શકે. નહીંતર મુસાફર જેવી દશા થાય. નિશ્ચય વગરના ગુજરાતી શા એક મુસાફર રસ્તામાં જાય છે, ત્યારે તેણે રસ્તામાં વણેલી દેરડી પડેલી જોઈ એટલે “આ સારી છે-મજબૂત છે. લાવ-લઈ લઉં” એમ ધારી લેવાને વિચાર કર્યો. પાછો બીજો વિચાર આવે કે- આ દેરડી
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy