________________
ભગવંતની વાણી
(૨૦૦૦ પોષ વદી અમાવાસ્યા, ઘીકાંટા, વડોદરા) पान्तु वः श्री महावीरस्वामीना देशनागिरः ।
भव्यानामांतरमलप्रक्षालनजलेपिमः ॥ આંતરમેલને પ્રક્ષાલન કરનારી ભગવંતની વાણી.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે આશીર્વાદરૂપે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં આ જીવ, અનાદિ કાળથી રખડપટ્ટી કરી રહ્યો છે. કદાચ કઈ કહેશે કે અમને આ ભવનું પૂરું ભાન નથી. અમે સવ જાણીએ છીએ કે-અમે જમ્યા, દૂધ પીધું, ધૂળમાં આળોટયા, પણ જન્મની અવસ્થાને અમને ખ્યાલ નથી. પોતે કઈ જગ્યા પર જન્મે? કઈ દાયણ હાજર હતી? તે ખ્યાલ હોતું નથી. તેવી રીતે માતાનું દૂધ પીધું છે તે ચક્કસ છે, પણ તેને ખ્યાલ હોતું નથી. અર્થાત્ જમ્યા પછીની અવસ્થાને ખ્યાલ આવતો નથી. તેમજ આ જન્મને કે–આ ભવને પૂરે ખ્યાલ નથી.
માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી ભવ ગણાય. માતાના ગર્ભમાં અંધારી-
દુધી કેટડીમાં રહ્યો છે, તેમને કશે ખ્યાલ નથી. નાક કેઈ બે એક મિનિટ બંધ કરે તે શું થાય? તે પછી ત્યાં ગર્ભમાં કેવી રીતે રહ્યો હઈશ? પરંતુ આ જીવને આ ભવને ખ્યાલ નથી. જન્મનું પણ ભાન નથી. તેવા જીવની આગળ અનાદિની વાત કરે કે- અનાદિથી આ જીવ રખડે છે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય. ભેંસને કંઈપણ ગ્લૅકને બંધ થાય નહીં. અમે આ જન્મને પણ ખ્યાલ કરી શક્તા નથી. તેવા પાસે “અનાદિથી રખડપટ્ટી કરૉ