________________
૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા
[૩૦૯
આ ત્રણ પરમેશ્વરની પરીક્ષાનાં સાધનમાં ઊંડા ઉતરીએ તે પરમેશ્વરને નિશ્ચય કરી શકીએ. મૂર્તિ, વર્તાવ અને વચને કેવાં હતાં તે બતાવે કેણુ ? શાસ્ત્રો મૂતિનાં સ્વરૂપને નિર્ણય, તેમના વર્તાવનાં શુભાશુભપણને નિર્ણય, શાસ્ત્રના આધારે કરે; માટે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ, દેવતવની પરીક્ષામાં એમનું રાગદ્વેષ અને અજ્ઞાન રહિતપણું–નિશ્ચિત મેક્ષે જવાપણું આ બધું જણાવીને એ અનુસારે મૂર્તિની સ્થિતિ જણાવીને દેવપણું દઢ કરે છે. તેવા વીતરાગદેવની મૂર્તિની સ્થિતિમાં અવતાર અને ઈશ્વર બને માનનારા છે. અન્ય મતવાળા પણ તેવા છે. જેને અવતારમાંથી ઈશ્વરપણું થયેલું માને છે, જ્યારે બીજાઓ ઈશ્વરમાંથી ઊભે થયેલે અવતાર માને છે. હવે જ્યારે અવતારમાંથી ઈશ્વર ઊભું થાય ત્યારે વર્તન કર્યું કરવું પડે? અવતારમાંથી ઈશ્વર થવાવાળાને આત્માની ઉજવળતા તરફ જવું પડે. નિસરણી ચડવાનું સાધન પણ કૂવાની નિસરણી હેય તે ?
| માયામાંથી નિમાંય તરફ જવાનું થાય. અને ઈશ્વરમાંથી આવતાર થાય ત્યારે શું બને? માયા રહિતપણામાંથી માયા તરફ ધસવાનું હેય. કર્મમાંથી કેઈ કર્મ રહિત થાય અને કેઈ કર્મ રહિતમાંથી કર્મ સહિત થાય. આપણે આદર્શ કર્યો ? આપણે કર્મવાળામાંથી કર્મ રહિત થવું છે. દરેક ધર્મિઠ કબૂલ કરશે કે-આપણે આત્મા કર્મથી લેપાએલ છે. તેમાંથી કર્મ રહિત થવા માગીએ છીએ, તે તેમાં આલંબન કેવું જોઈએ?
કૂવાની નિસરણી માળ નહીં ચઢાવે. કૂવાની નિસરણી નીચે ઉતારે. મહેલની નિસરણ માળ ઉપર ચઢાવે. નિસરણીનું અવલંબન લીધું, છતાં નીચે ઉતરવાનું થાય. મહેલની નિસરણીનું અવલંબન લઈએ, તે માળ પર ચઢાય. આત્માને પાપ રહિત કરે છે, તે આપણે આદર્શ કર્યો ધરે જોઈએ ? જે આદર્શમાં કર્મની મુક્તિનું સ્થાન હોય તે જ આદર્શ આપણી આગળ ધરી શકાય.---
દેવનાં બાહ્ય લક્ષણે જૈન મતવાળાઓ કહે છે, બીજું બધું ચાહતે કરે. માટીની, રૂપાની