________________
ર૮૮]
દેશના મહિમા દર્શન
વર્તવાનું ન હોય. પાપ ભોગવવામાં જ જિંદગી પૂરી થાય. પછી નારકીમાં મેક્ષસાધનને અંગે સામગ્રી મળે જ કયાંથી? નરકને ભવ સાગરોપમ કાળને અવધિ જ્ઞાનવાળે હોય, વૈકિય શરીર હોય તે પણ મેક્ષ સાધવા માટે ઉપયોગી ન થાય. જાનવરને અંગે પરાધીનવિહીન જિંદગી. આત્માને વિચાર કરવાની તાકાત ત્યાં કયાંથી લાવવી? ત્યાં વિવેક આવ અને આત્માદિક એળખવા તે શી રીતે બને?
દેવગતિમાં પણ મેક્ષ નથી નર, તિર્યંચ, મોક્ષની નિસરણી નથી પરંતુ દેવતાઈ જીવન મોક્ષની નિસરણી કેમ ન બને ? તે ન બને તે મનુષ્યજીવન મેક્ષની નિસરણી કેમ બને? દુનિયામાં ડાહ્યા ને ગાંડા વચ્ચે આકાશ જમીનનું અંતર ગણાય છે, પણ બારીક બુદ્ધિથી વિચારીએ તે લગીર જ અંતર છે. લાખ અને કરોડ વચ્ચે અંતર એક પૈસાનું જ. ૯ રૂપિયા અને ૯ પૈસા હોય ત્યાં સુધી લાખના કોઠામાં. તે કઠામાં માત્ર એક પૈસો ઉમેરીએ તે તે કોઠે કરડના કોઠામાં. તેમ દુનિયાદારીની દષ્ટિએ વિચારીએ તે મટું અંતર છે.
વિચારીને વિચાર ગાળ્યા વગર વર્તનમાં મુકે તે ગાડે. વિચારથી વિચાર ગળે તે ડાહ્યો. અહીં પેશાબની હાજત થઈ તે અહીં સભામાં પેશાબ ન કરાય એમ સમજે તે ડાહ્યો, પેશાબની હાજત થઈ, સભામાં પેશાબ કરે તે ગાંડે. દેવતાઓને અંગે દેવાનામ વાંછા નામ દેવતાઓની સિદ્ધિ ઈચ્છામાં, વિચારો આવ્યા કે કાર્યની સિદ્ધિ. તેમને વિચાર ને વર્તન વચ્ચે અંતર નથી. જબરા આયુષ્ય, જ્ઞાન, સામર્થ્યવાળા છતાં વિચાર અને વર્તન વચ્ચે અંતર નથી. વિચાર દબાવવાની તાકાત દેવતામાં નથી. તેવા દેવતાઓ મોક્ષ માટે લાયક ન ગણાય !
મેક્ષની લાકાતમાં પહેલા નંબર એને કે જે-અનાદિકાળના મેહના વિચારેને દબાવે, મેહના વિચાર આવે અને તેને દબાવે. વિષયકષાયના આવેશેને દબાવી શકે, તે મેક્ષને લાયક બને. વિચાર દબાવવાથી