________________
૨૩૦]
દેશના મહિમા દર્શન
મકાન તમારે ચણવું, વધારવું, રક્ષણ કરવું. પહેલેથી ભાડું જમીનના પટ્ટાનું ભરી દેવું. સિપાઈ આવે ત્યારે પહેરેલ ધોતિયું પણ આપીને નીકળી જવું, તે લેટ લેવા કેઈ તૈયાર ન થાય.
આ શરીરને પ્લેટ કેવો છે?
માતાની કૂખમાં કર્મ રાજાએ મૂક્યા, શરીર બાંધવું, વધારવું તે આપણે માથે. આયુષ્ય પહેલાં ભવથી સામટું બાંધી રાખવું. આયુષ્ય તે બદલે દેવભવનું આપે તે પણ કામ ન લાગે. ૧૦૦ ગણું પાછું આપે તે પણ ત્યાં ન રહેવાય. હવે ડહાપણ હોય તે ભાડાની જમીન લઈ તેના ઉપર કઈ મકાન-ઘર કાંઈ જ બાંધે નહીં અને કમાય શું ! પતરાં ઊભાં કરે તે ભલે પણ ચણતર નહીં. થાંભલા ઊભા કરે ને તેમાંથી આવક ખાઈ જાય. અકકલવાળે ભાડાની જમીનમાં પિતાને માલ વાપરે તે કમાણું કરી લે.
અશુચિકરણ યંત્ર શરીર આપણે પણ આપણા શરીરને ઉપયોગ કરીએ તે લાભ ઉઠાવી શકીએ. આ શરીરની બાબતમાં ઊંડા ન ઉતરશે. કેમ? મ્યુનિસિપાલિટીની મેલાની ગાડી છે. તેની ઉપર ટીનનું પતરું ચકમક, તેમ ચામડી શરીર ઉપર છે. ત્યાં સુધી શેભા લાગે છે. નહીંતર અંદર શું ભર્યું છે? મ્યુનિસિપાલિટીની ગાડી મેલું દૂર કરે છે. આ શરીર પકવાનની વિષ્ટા, પાણીને પેશાબ, અને આંખમાં સૂરમે આજે તે તેને પણ મેલ કરે છે, આ આપણું શરીર સારી ચીજને ઝેરી બનાવે છે, હવાને પણ ઝેરી વાયુ બનાવે છે. આવી શરતે લીધેલૈં પ્લેટ ને આવા સ્વરૂપવાળું શરીર તેને મારું મારું કરી રાખે ને અંદરથી સાર ન મેળવે તે તમારા જે મૂર્ખ કેશુ?
બહિરાત્મ પુરુષે આવા કેદખાનાને પણ મજબૂત બનાવે. અંતે જિંદગી સુધી મહેનત કરી હાથ ઘસતે જાય. જે ખંતથી મેળવ્યું હતું તે બધું છોડ્યું ! દરેક ભવમાં જિંદર્ગની મહેનતે વસ્તુઓ મેળવી અને એ રીતે પળવારમાં દરેક વસ્તુ પલાયન ! વસ્તુ મેળવવામાં આમ અનંતી