________________
૧૮
આવી જીવનપર્યત આગમસાહિત્યસેવા, સંઘસેવા, તીર્થ–સેવા અને શાસનમાં અનેક ધાર્મિક પ્રસંગે ઉઘાપને, દીક્ષાઓ, પ્રતિષ્ઠા કરાવનાર અને અંત સમયે પંચમકાળમાં અદ્વિતીય અંતિમ આરાધના કરનાર પૂજ્યપાદુ, આગમવાચનાદાતા, આગમપુરૂષના ઉપદેશક, યુગપ્રધાન-સદશ મહાપુરુષે પાલીતાણામાં વિક્રમ સંવત્ ૧૯ના મહા વદ રના રેજ આગમ-મંદિરમાં અનેક સંખ્યક પ્રતિમાજીઓની અંજન શલાકા અને મહા વદ પના પ્રતિષ્ઠા કરાવનાર તથા સૂરતમાં વિક્રમ સંવત્ ૨૦૦૪ના મહા સુદ ૩શુક્રવારે શ્રી વર્તમાન જૈનતામ્રપત્રાગમ મંદિરમાં બિરાજમાન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવનાર અને સૂરપમાં શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં વિક્રમ સંવત્ ૨૦૦૫ના ચાતુર્માસમાં પિતાને અંતસમય જાણું અંતિમ આરાધના માટે આરાધના–માર્ગ નામના ગ્રંથની રચના કરનારા, વિક્રમ સંવત ૨૦૦૬ના વૈશાખ સુદ પાંચમથી પંદર દિવસ અનશન સ્વીકાર પૂર્વક અર્ધપવાસને મૌન અવસ્થામાં રહી તેમાં જ વિક્રમ સંવત ૨૦૦૬ના વૈશાખ વદ ૫ શનિવાર સ્ટા. તા. ૪ ક. ૩૨ મિ. અમૃત ચેઘડીએ પિતાના અનન્ય–પટધર ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજના સ્વમુખે ચતુર્વિધ સંઘની હાજરીમાં નમસ્કાર-મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં નિર્વાણ પામ્યા.