________________
દેશના મહિમા દર્શન કાળે ન કહેવાય, ધૂમાડે કાળે પણ તે તે અગ્નિનું લિંગ છે, અગ્નિનું સ્વરૂપ કહેતી વખતે ઉષ્ણતા કહેવી પડે, તેમ એ એ લિંગ છે, સ્વરૂપ નથી. ત્યાગ હોવા છતાં એ ન હોય તે મુનિ પણું નથી, કારણ કે એ પણ લિંગ ચિલ્ડ્રન છે.
મહાવીર ભગવાન સ્નાન નથી કરતા વગેરે હોવા છતાં તે પર્યાય, ગૃહસ્થ પર્યાય ગણ્ય છે, તે બે વરસના મુનિભાવ, મુનિપણમાં નથી ગણ્યા. ત્યાગની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી ત્યાગી ન ગણાય, ભરત મહારાજાને કેવળજ્ઞાન થયું પણ તેમને ઈન્દ્ર વંદના ન કરી. સાધુપણને વેષ લે, પછી તમને વંદન કરું, પ્રભુને મન:પર્યવ જ્ઞાન કયારે થયું ? ત્રીસ વર્ષે ત્યાગ કર્યો ત્યારે જ થયું.
આ બધું વિચારશું ત્યારે સાધુપણાનાં ચિહ્નમાં એ અને લેચ છે, પણ સ્વરૂપે મુનિપણું શી ચીજ છે? જગતના સ્વરૂપને ધ્યાનમાં, રાખે. જન્માદિથી જગત કેવું પડાયેલું છે? જગત્ નિસાર છે, અશરણ છે, એમ સમજી પિતાના આત્માના ઉદ્ધાર માટે તૈયાર થાય તેનું નામ જ મુનિપણું છે. આમ શાસ્ત્રમાં જણાવેલું મુનિપણાનું સ્વરૂપ છે. આ સમજી મૌન એકાદશીની આરાધના માટે કટિબદ્ધ થશે તે કલ્યાણદિ પામી મોક્ષમાર્ગમાં બિરાજમાન થશે.