________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૩૭
ફિકક લાગે. સારા ધર્મના ગુણોને અવગુણના રૂપમાં દાખલ કરવાને બંધ કરવો પડે. જેને કુધર્મના સંસ્કાર થઈ જાય તેને સારે ધર્મ લુખો લાગે, તેને ખરા દેવ ગમે નહીં, ગ્રંથભેદ થાય તે પછી મોક્ષમાર્ગ દેખાડનારા, વીતરાગતા પામેલા કેવળજ્ઞાનીને દેવ માન્યા, તે છે આત્માને અરીસે. તારા આત્માને કે બનાવી તેને આદર્શ છે વીતરાગ પરમાત્મા.
નેતાના પૂતળાની ચારે બાજુ દેશભકિત ભરેલી હેય.
દેશના નેતાની–કે તેના પૂતળાની ચારે બાજુ દેશભક્તિની હવા જ ભરેલી હોય. દેશ માટે ભોગ આપનાર સૈનિકના કબ્રસ્તાન ઉપર હારે ચડાવાય છે. તે છે દેશભક્ત. એ રીતે તેની ચારે બાજુ દેશભક્તની નાબતે વાગી રહેલી હોય છે, તે ધર્મનાં ઊંચે શિખરે ચઢેલા વીતરાગ-તેની પ્રતિમાં તમારે આદર્શ છે. દેશનેતાને કોઈ વ્યક્તિજાતિ-પ્રાંત-શહેર ઉપર રાગ-રોષ રાખે ન પાલવે; તે વિશ્વના નેતા-જગતના ઉદ્ધારકને કઈ પણ ચીજ તરફ રાગ કે રોષ રાખે પાલવે જ શાને ? જ્યારે અમુક ઉપર રાગ અને અમુક ઉપર દ્વેષ ધરાવનાર દેશનેતા થવા લાયક ન રહે, તે જગતની કોઈપણ ચીજ પર રાગ કે દ્વેષ ધરાવે છે તે વિશ્વને નેતા--પરમાત્મા શી રીતે બની શકે?
વ્યક્તિદ્વેષ કે રાગ, ગામ કે પ્રાંત અતિ રાગદ્વેષ દેશનેતાને કર્યો પાલવે જ નહીં. તેમ વિશ્વનેતાને કેઈપણ જીવ અજીવ, વ્યક્તિ, પ્રાંતદેશ તરફ રાગ કે રોષ રાખ્યું પાલવે નહીં. તેવા રાગ-રેષ રહિત એ જ વિશ્વના ઉદ્ધારક, તે જ આપણા નેતા. એની જ પ્રતિમાની ચારે બાજુ આપણી ભક્તિ વ્યાપેલી છે.
અફીણનાં વ્યસનીને બરફી આપે પણ અફીણના કાઢા વગર ફિકકી લાગે, તેમ દુનિયાના, સંસારના વ્યસનીને વીતરાગ પણ ફીકકા લાગે. થતા રથ પ્રા.” ખીસ્સામાં બે બેર હોય પણ ખુશ થાય તે કાઢીને આપે. ખુશ થયા વગર માણસ બે બોર ન આપે, તે જેની પાસેથી કલ્યાણ-મેક્ષ મેળવે છે, તેને ગમે તે આપ, તે પણ તે ખુશ થાય તેવા નથી, તે તેની ભકિત કરવાથી શું વળે? આ વિચારે