SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮] દેશના મહિમા દર્શન આમ હંમેશાં જીવ કર્તવ્યપરાયણ રહ્યો છે. કેઈ ભવમાં આહાર શરીર, ઈન્દ્રિયે નથી કર્યો તેમ નથી. બાહ્ય કર્તવ્યમાં પણ જીવ હંમેશાં તત્પર રહ્યો છે. ઇન્દ્રિયના વિષયે સ્પશદિ યાવત્ સુખદુઃખને અંગે જીવ કર્તવ્યપરાયણ થાય છે. અહીં સુધી માર્ગ બંધ છે. આહારાદિકને અંગે જીવને કર્તવ્યતાનુંભાન રહે. વિષયને અંગે કર્તવ્યતાનું ભાન રહેતાં સુધી મોક્ષને માર્ગ બંધ. સુખદુઃખના સાધનામાં પ્રાપ્તિ હાનિ કર્તવ્યતા રહે ત્યાં સુધી મેક્ષને માર્ગ બંધ રહે. મારગને ઝાંપે કયારે ખૂલે! મેક્ષ તે દૂર છે, પણ તેને ઝાંપે ક્યારે ખૂલે? - આહારદિક, વિષયાદિકમાંથી ખસી જ્યારે ધર્મ તરફ આવે, “ધર્મ માટે આહારદિકને ત્યાગ કરવો પડે તે પણ મારે કબૂલ. ધર્મ માટે ઈષ્ટ વિષયે ચાલ્યા જાય તે પણ તેની મારે દરકાર નહીં” એમ થાય ત્યારે અનાદિની તે કર્તવ્યતા ફરી જાય. આહારાદિક શા માટે કરવાના! તેમાં અનાદિકાળથી જીવે કર્તવ્યતા માની હતી. આડારમાં, શરીરમાં ઈન્દ્રિયમાં અને શ્વાસોશ્વાસમાં જીવે કર્તવ્યતા માની હતી. ઈષ્ટ સ્પર્શી દિક મેળવવા અનિષ્ટ સ્પર્શાદિક છેડવા, આ કર્તવ્યતાબુદ્ધિ અનાદિથી સર્વ જેમાં ચાલુ હતી તેને અંગે આ જીવ પ્રવૃત્તિવાળે જ હતે. ગમે જે જુવાન બહાદુર મનુષ્ય હેય પણ થેલીમાં પૈસા ન હોય ત્યારે શાને વેપાર કરે ! વકગતિમાં ઉપાય નથી; બાકી એ સમય નથી જેમાં જીવે આહારાદિક માટે પ્રવૃત્તિ ન કરી હોય ! ઈષ્ટ વિષય માટે અને અનિષ્ટ વિષયથી ખસવા માટે પ્રવૃત્તિ ન કરી હોય, તે એક સમય નથી. આ પ્રવૃત્તિ ને નિવૃત્તિના પ્રયત્ન ચાલે ત્યાં સુધી મોક્ષ મળે તે બંધ છે, પણ તેને ઝાંપે પણ બંધ છે. દેશા પલટે ત્યારે ઝાંપો ખૂલે છે. સાધુઓ આહાર, શરીર, ઈન્દ્રિયો વગેરે શા માટે ધારણ કરે છે? આહાર પણ શાના માટે ? આહાર પણ ધર્મ માટે, શરીર પણ ધર્મ માટે. ધર્મને માટે ઈન્દ્રિ, પણ ઈન્દ્રિય માટે ધર્મ નહીં. શ્વાસ રૂંધ તે ધર્મ માટે, પણ શ્વાસ માટે ધર્મ નહીં. તેમ અનુફળ વિષ છોડવા, પ્રતિકૂળ વિષમાં પ્રવર્તવું, તે હેય તે જ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy