________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આગામોદ્ધારક પ્રવચન પ્રકાશન
સમિતિનું નમ્ર નિવેદન
- શ્રી આગમશાસ્ત્ર એ જૈન સાહિત્યને મૂળ ભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થથી આપેલી દેશનાને ગણધર ભગવંતે એ સૂત્રબદ્ધ કરી ગૂંથી. તે વાણીને વિકમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાર્થોએ ચૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી,
આ આગમિક મહાપુરુષની પરંપરામાં વીસમી સદીમાં આગમ દ્વારકા પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.નુંનામ ખૂબ જ મહત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમગ્રન્થનું જીવનભર સંશોધન કરી સતત પરિશ્રમ કરી મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલિલેથી યુક્ત શાસ્ત્રીય વિષયેનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગની ચાવીઓ સમાન પ્રવચને આપી. અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો.
આવાં તાત્વિક અને સાત્વિક પૂજ્ય શ્રીનાં પ્રવચને તેઓશ્રીના શિષ્ય–પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંના ઘણાં આજે મળતાં નથી અને કેટલાંક અમુદ્રિત પણ છે. અનેક તત્વજિજ્ઞાસુઓ આગમિક તાત્વિક વાણીથી વંચિત ન રહે. તે હેતુથી પ. પૂ. શાસનપ્રભાવક પૂ. આચાર્ય દેવશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠન પ્રેમી ગણિશ્રી, નિત્યદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગદ્વારકશ્રીનાં તમામ પ્રવચનને પુનઃમુદ્રણ કરવા
- શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ ની સ્થાપના કરવામાં આવી છે. શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા. માટે નીચેની જનાઓ મૂકવામાં આવે છે. - રૂ. ૫૦૦૧ પાંચ હજાર એક આપનાર “શ્રુત સમુદ્વારક' કહેવાશે
ને ફેટ પુસ્તકમાં મૂકવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન તેમને ભેટ આપશે.