________________
શ્રી સંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
*
*
*
પ્રકરણ પહેલું
... ... ... અતીને પૂર્વપરિચય
માલવદેશ ધનધાન્ય, સુવર્ણ અને રત્નાદિથી પરિ. પૂર્ણ છે. ત્યાં પહેલા તીર્થકર શ્રી ઋષભદેવના સુપુત્ર શ્રી અવન્તકુમારના નામથી પ્રસિદ્ધ થયેલી અવન્તીનગરી છે. એ નગરી પ્રત્યેકને પિતાની તરફ આકર્ષી રહી હતી.
એ નગરીમાં ગગનચુમ્બી શિખરવાળા અનેક જૈન મંદિર હતાં, ક્ષિપ્રાનદીને કિનારે શ્રી અવન્તીપાર્શ્વનાથ ભગવાનનું મનહર ભવ્ય મંદિર હતું. ત્યાં જૈન-જૈનધર્મને પાળના દર્શનાર્થે આવતાં હતાં.
તે નગરીની ભવ્યતા જોઈ લેકે આશ્ચર્ય પામતા હતા. ને તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં અવન્તીની અદ્ધિસિદ્ધિની પ્રશંસા કરતા હતા.