________________
૬૭
કામ કરનારા, બીજાની સ્ત્રી સાથે પ્રેમ કરનારા અને ચેરનું તેમજ દુર્જન પુરુષનું મેં ક્યારે પણ પ્રસન્ન રહેતું નથી. કેમકે આ લેકેનું મન ભયવાળું હોય છે.
શતમતિએ સહમતિને આવતે જોઈ પૂછયું, “હે મિત્ર! તું અત્યારે મહારાજાને એક્લા છેડી શા માટે આવ્યો? મહારાજાના અનેક દુમને છે. આજ મહારાજ પર સાચે જ બહુ જ ભયંકર સંકટ આવ્યું હતું, પણ કેનાં અને આપણું સદ્ભાગ્યે તે દૂર થયું, તમે હવે ઉતાવળે પાછા જાવ. તમારી ચાકીને સમય ચાલ્યા જાય છે. ધીરવીર પુરુષે સ્વીકારેલાં કાર્યને સારી રીતે પૂર્ણ કરે છે.”
શતમતિના મોઢાને આકાર, કામ અને વાતચિતથી તેને નિર્દોષ માની સહસ્ત્રમતિ કહેવા લાગ્યું, “તમારે ત્યાં નૃત્યાદિ ઉત્સવ થતે જોઈ અહીં આવ્યું હતું. આ સાંભળી શતમતિએ તેને માન આપી સન્માન કર્યું એટલે સહસ્ત્રમતિ પાછા ગયે. મહારાજાએ તેને જોઈ પૂછયું મેં કહ્યુંતું તેમ કર્યું? તું પણ મારે માટે શતમતિ જે જ નીકળે.”
રાજાના શબ્દો સાંભળી તેમને શાંત કરવા સહસ્ત્રમિતિએ કહ્યું, “મહારાજ, વગર વિચારે કઈ કામ કરવું નહિ, વગર વિચારે કામ કરતાં બ્રાહ્મણીની જેમ પશ્ચાત્તાપ કરવાને સમય આવે.” કહેતા સહસ્ત્રમતિએ બ્રાહ્મણી અને નેળિયાની વાત કહેવા માંડી. “શ્રીપુર નામના એક નગરમાં કૃષ્ણ નામને બ્રાહ્મણ રહેતું હતું, તે બ્રાહ્મણના ઘર પાસે એક નોળિયાને