________________
૫૮૫
અને રાજા બધાને મૃત્યુને ભય હોય છે. હું જુગારી, ચોર, વ્યસની, સંબંધીઓથી જાયેલ છું, તેની સાથે તમે પતિવાળી હોવા છતાં, રૂપવાન હોવા છતાં કુકર્મની ઈચ્છા ન કરે.
એક તે ચોરી કરતાં મનમાં ભય હોય છે. સાથે સાથે તમારી સાથે વાત કરતાં મને હૃદયમાં ભય લાગે છે. તમે અત્યારે જાગે છે એટલે હું ચેરી તે કરી શકું તેમ નથી. કારણ જ્યાં માણસ જાગતા હોય ત્યાંથી ચાર ક્યારે પણ ચોરી કરતા નથી.”
ચોરનાં વચન સાંભળી કામથી ભાન ભૂલેલી રત્નમંજરીએ કુળની મર્યાદા છોડી કહ્યું, “હું કામદેવથી પિડાયેલી છું. તમારા ભેગરૂપી અમૃત વિના હું મરી ગયેલા જેવી છું. રાગરૂપી સમુદ્રમાં રહેલા માછલારૂપી મારા મનને ભોગરૂપી અન્નથી સંતે.
હાથી જેમ સ્પર્શથી, ભ્રમર સુધથી અને મૃગ સંગીતથી ભાન ભૂલે છે તેમ હું તમને જોઈ ભાન ભૂલી છું. માટે મારી સાથે ભેગ ભેગવી મનુષ્યજન્મ સફળ કર. મારા દેહને સ્વીકારી આ ઘરમાં રહેલા અનગળ દ્રવ્યને .”
ચેર અને રત્નમંજરીના શબ્દો સાંભળી મહારાજા સંસારનું સ્વરૂપ વિચારતા મનમાં બોલ્યા, “ઈદ્રિયમાં જીભ, કર્મોમાં મેહનીય કર્મ, વ્રતમાં બ્રહ્મચર્યવ્રત અને ગુણિમાં મનગુપ્તિ આ ચાર ઘણું કટે છતાય છે આવું જૈન આગમેમાં કહેવાયું