________________
૫૭૧
આટલું કહેવા છતાં પણ રાજાએ પિતાને આગ્રહ ન છે, ત્યારે બાળપંડિતા બેલી, “હે રાજન્ , પરસ્ત્રીથી આવી વાત પૂછવી તમારે માટે ભાસ્પદ નથી. તેમ છતાં તમારે જાણવું જ હોય તો તમારા પુષ્પહાસ નામના મંત્રીને બોલાવીને પૂછો.”
એ મંત્રીને તો મેં જેલમાં નાખે છે.” રાજાએ કહ્યું.
તો તેમને જેલમાંથી લાવીને પૂછે. બાળપંડિતાએ કહ્યું, “એ મંત્રી પર દેવતા પ્રસન્ન છે. તેથી તેના વડે દેવને આરાધતાં શુભાશુભ કહેવાશે.”
બાળપંડિતાના કહેવાથી રાજાએ પુષ્પહાસને જેલમાંથી સભામાં બોલાવ્યા. સભામાં આવતાં જ પુષ્પહાસ હસ્ય, તે સાથે જ તેના મોઢામાંથી ફૂલ ઝર્યા.
“હે મંત્રી !” રાજાએ કહ્યું, “માછલું કેમ હસ્યું?”
રાજાને પ્રશ્ન સાંભળી મંત્રીએ કલમ, કાગળ અને શાહી મંગાવી. તે ત્યાં મૂક્યાં એટલે દેવે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું. “હે રાજન, તમારી સ્ત્રી માવત સાથે પ્રેમ કરે છે. જે આ વાતમાં શંકા જેવું જણાય તો તેની પીઠ પરનું વસ્ત્ર દૂર કરજે.”
આ જાણી રાજા મહેલે ગયે. એકાન્તમાં રાણીનું પીઠ પરનું લૂગડું દૂર કર્યું તો ત્યાં મારના ચિહ્ન જણાયા. રાજાના મનને વહેમ દૂર થઈ ગયે. પિતાની સ્ત્રીને દુઃશીલા જાણી મનમાં દુઃખી થવા લાગે પશ્ચાત્તાપ કરવા લાગે."