________________
૫૫૧
કાઉસગ વગેરે અનુષ્ઠાન દ્વારા પ્રતિકમણ કરવું. બેલવાથીકર્કશ શબ્દથી જે કઈ પાપ થયું હોય તો વચનથી મિચ્છામિ દુક્કડ દઈ પ્રતિક્રમણ કરવું. મનથી–સંદેહાદિથી જે પાપ થયું હોય તો મનથી પ્રાયશ્ચિત કરી પ્રતિક્રમણ કરવું. આમ બધાં જ પાપનાં પ્રતિક્રમણ કરવાં. ચંચળ સ્વભાવને માણસે માયા, કપટ, નિંદા વગેરે કરે છે, તેઓ વિશ્વાસપાત્ર હેતા નથી. તેવા પુરુષે મરીને સ્ત્રી થાય છે, પણ જે સ્ત્રી સંતોષી, વિનયવાળી, સરળ સ્વભાવની હોય છે તેમજ શાંત સ્થિર, અને સાચું બેલનારી હોય છે તે મરીને પુરુષ થાય છે.
દુર્વચનરૂપ શલ્યને દૂર કરવાની ઈચ્છાવાળે વૈરાગી, સંસારથી વિરકત, શ્રદ્ધાવાળો જીવ હેતુપૂર્વક જે આલોચના કરે તો તે જીવ આરાધક કહેવાય છે. - ગૂઢ, અતિગૂઢ અથવા તાત્કાલિક સુખ દેનારાં જે જે અશુભ કર્મ અથવા પાપ કર્યા હોય તે બધાં ગુરુદેવ આગળ કહી, તેની નિંદા-તિરસ્કાર બીજા પાસે પ્રગટ કરતાં તે બધાં પાપમાંથી છૂટી જાય છે. ભવ્યાત્મા પિતાનાં એક જન્મમાં કરેલા પાપની આલેચના લઈ અનંત ભવમાં કરેલા પાપથી પણ અનાયાસે છૂટી જાય છે. આલેચના મુકિત સુખને આપનાર છે.”
મહારાજા વિકમે આલેચનાનાં ફળ સાંભળી તેમણે આલોચના લીધી. પિતાના પાપકમાં જાહેર કરી ગુરુદેવને તે માટેનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. - ગુરુદેવે મહારાજા વિક્રમના મઢે તેમનાં કરેલાં પાપ સાંભળી પાપ પ્રમાણે પ્રાયશ્ચિત્ત બતાવ્યું. મહારાજાએ