SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ દિવસે જતાં ગગનŁલીએ પેાતાને ગામ જવાની વાત મહારાજાને કરી. તે સાંભળી મહારાજાએ કહ્યું, “હું પણ તમારી સાથે આવીશ. તમારી સ્ત્રીની પરીક્ષા કરીશ.” “ જરૂર, જરૂર. આપ આવશે તે મારી શક્તિ પ્રમાણે હું આપનો આદરસત્કાર કરીશ.” ગગનચૂલીએ કહ્યું. ગગનચૂલીએ ચ’પાપુરી જવા તૈયારીઓ કરવા માંડી. લેવુ - દેવુ' પતાવ્યું, પછી મહારાજા અને તેમના પરિવાર સાથે ગગનધુલો ચંપાપુરી આવ્યો. મહારાજાને એક સુંદર મહાલયમાં ઉતારો આપ્યા ને પાતે પેાતાને ત્યાં જઈ પેાતાની સ્ત્રીને પૂછવા લાગ્યું. “ કયારેક મૂળદેવ અને શશીભૂત તારું શિયળ નષ્ટ કરવા અહીં આવ્યા હતા ? ” જવાબમાં સુરૂપાએ બનેલું બધું જ કહ્યું, તે સાંભળી ગગનચૂલોએ કહ્યું. “ સ્વયં મહારાજા પેાતાના એ નેકરાના સમાચાર જાણવા અહીં આવ્યા છે, જો તું કહે તેા તેમને જમવા આમંત્રણ આપું.” “ જરૂર, ઘરમાં બધી જ વસ્તુએ છે. અતિથિ સત્કાર કરવા એ આપણા ધ છે.” પત્નીના શબ્દો સાંભળી ગગનધૂલીએ મહારાજાને કહ્યું. આપના તે સેવકે અહીંયા આવ્યા તેા હતા. પણ મારી પત્નીએ તેમના તિરસ્કાર કરી કાઢી મૂકયા.” કહી મહારાજાને જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજાએ તેના સ્વાકાર કર્યાં. -66
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy