________________
પ૧૫
મૂળદેવને ખાડામાં પડેલે જોઈ સુરૂપા બેલી, “અરે, આ શું થયું ?”
સુરૂપ દરજ ખાડામાં તેને ખાવાપીવાનું આપતી અને કહેતી, “આજથી આવું કામ કયારે પણ કરતે નહિ.”
દિવસે એક પછી એક જવા લાગ્યા. વૃદ્ધાએ એક દિવસ સુરૂપાને પૂછયું, “એ યુવાન ક્યાં છે?”
એ તે ખાઈ પી અહીં આનંદ કરે છે.” સુરૂપાએ કહ્યું, ઘણ દિવસ થયા પણ મૂળદેવના કાંઈ સમાચાર ન આવ્યા તેથી મહારાજા વિચાર કરવા લાગ્યા. વિચાર કરતા મહારાજાએ શશીભૂતને દરબારમાં બોલાવી મૂળદેવ માટે પૂછ્યું પણ શશીભૂત શું કહે? મહારાજાને તેને મૂળદેવના સમાચર જાણી લાવવા કહ્યું, ત્યારે શશીભૂતે કહ્યું, “હું એ ગગનધૂલીની સ્ત્રીનું શિયળ નષ્ટ કરીશ. મારા ભાઈને શોધી લાવીશ.” કહી તે તે ગયે ચંપાપુરી, ને તે પેલી ડોસીને મળે. મૂળદેવના સર્વ સમાચાર જાણી ડેસીને કહ્યું, “સુરૂપ સાથે મને મેળવી આપ.” ને ડેસીએ સુફપા આગળ શશીભૂતના વખાણ કર્યા. ગુણ ગાયા. - સુરૂપાએ શશીભૂતને પિતાને ત્યાં લાવવા કહ્યું ને જે દશા મૂળદેવની કરી હતી તે દશા તેની પણ કરી.
એક દિવસ પેલી ડેસી શશીભૂતની ખબર કાઢવા આવી. તેને પણ પેલા બે જણ પાસે મોકલી દીધી. એ ત્રણે