________________
૫૧૩
“ક” કહી મહારાજાએ પિતાના ચતુર નેકરે મૂળદેવ, શશીને બોલાવી ગગનધૂલીએ કહેલું કહ્યું, આ સાંભળી મુળદેવે કહ્યું, “જે આપ રજા આપો તે હું ગગનધૂલીની પત્નીની પરીક્ષા કરું. ને તેને તેના ધર્મથી ચળાવું.”
જરૂર, મૂળદેવ, તું તારી મરજી પ્રમાણે પરીક્ષા કરી શકે છે.”
મૂળદેવે મહારાજા પાસેથી ગગનધૂલીનું સરનામું મેળવી ચંપાપુર ગયે. ગગનધૂલીના ઘરને પત્તો મેળવ્યું. એ ગગનલીના ઘર પાસે એક ડોસી રહેતી હતી, તેને થોડા પિસા આપી તેના ઘરમાં રહેવા લાગ્યું. તેણે એક દિવસે ડેસીને કહ્યું, “જે તું ગગનધૂલીની સ્ત્રી અને મેળવી આપે. મારા તરફ આકર્ષાવે તે હું તને ઘણું દ્રવ્ય આપું.”
જરૂર, જરૂર” કહેતાં ડોસીમા ચાલ્યાં ગગનવૂલીને ત્યાં, ને સુરૂપાને કહેવા લાગી, “મારે ત્યાં એક દેવકુમાર જે સુંદર યુવાન આવ્યું છે. તેની આંખમાં તમે વસ્યાં છે. તમારે પતિ કેટલાય દિવસથી પરદેશ ગયા છે. તમે અહીં એકલાં છે, તે તે સુંદર પુરુષ ઘણે ધનવાન છે. તેને મળે તે ખરાં.” ' ડોસીની વાત સાંભળી સુરૂપાએ કહ્યું, “મેં કયારે પણ પરપુરુષનું નામ સાંભળ્યું નથી. હું પરપુરુષને મળવા ચાહતી નથી.”