________________
૪૯૮
જી હા, મહારાજ” શેઠે કહ્યું.
એ...” કહેતા મહારાજાએ કેટલીય આડીઅવળી વાત કરી કહ્યું, “મારે વિચાર તમારી પુત્રી સાથે લગ્ન કરવાને છે.”
જી, જી પણ....પણ....” કહેતા શેઠે વાત ઉડાવવા યત્ન કર્યો. આનાકાની કરી પણ છેવટે હા પાડવી જ પડી. લગ્ન ધામધૂમથી થયાં. મહારાજાએ શેઠને માલમતા આપી ખૂશ કર્યો. પછી સૌભાગ્યસુંદરીની પરીક્ષા કરવા નગરથી દૂર એકદંડીઓ મહેલ બનાવડાવ્યું. ત્યાં તેને રાખી. ચકી કરવા કેટલાય સૈનિકે મૂક્યા. ને મહારાજા પણ એ વાત ભૂલી ગયા છે તેમ તેની સાથે રહી આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા.
દિવસે જતાં એક દિવસે મહારાજાએ પૂર્વપ્રસંગ યાદ કરી કહ્યું, “હવે તું તારું બોલેલું કયારે પાળવાની છે ?” - “બલેલું? શું બોલેલું ?” આશ્ચર્ય પામતી તે બેલી.
“કેમ યાદ નથી ? પરણ્યા પતિને બનાવી મનગમતા પુરુષ સાથે આનંદ કરવાનું.” મહારાજે કહ્યું.
આ શબ્દોએ તે શરમાઈ છતાં મનમાં બેલેલું પૂરું કરી બતાવવાનું નકકી કર્યું.
વળી પાછા દિવસે જવા લાગ્યા. મહારાજ રાજકાજમાં ગૂંથાઈ ગયા. ત્યારે સૌભાગ્યસુંદરી પિતાનું બોલેલું પૂરું