________________
૪૮૧
આ પ્રશ્ન સાંભળતા “મહારાજા વિક્રમ જ પિતાને ત્યાં આવ્યા હતા. તેની ધનદની ખાતરી થઈ ગઈ. ને મનમાં બે, “મારે ત્યાં અવંતીપતિ આવ્યા. ત્યારે મેં તેમને ગ્ય સત્કાર કર્યો ન હતો.”
ધનદ મનમાં બોલી રહ્યું હતું, ત્યારે મહારાજાએ પૂછયું, “શેઠ, તમે ચિંતાતુર કેમ જણાવ છે? તમે કેમ આવ્યા છે?”
મહારાજ.” ધનદે પિતાનું અવંતીમાં આવવાનું કારણ કહેતા કહ્યું, “તમે મારે ત્યાં આવ્યા, ત્યારે મારાથી તમારે કોઈ જ સત્કાર થઈ શક્યું ન હતું. તે માટે મને ક્ષમા કરશે.”
મહારાજા અને ધનદ વચ્ચે થતે વાર્તાલાપ સાંભળી, મંત્રીઓ, અધિકારીઓ વગેરે ધનદ શેઠને ધારી ધારીને જેવા લાગ્યા. અને તેને પરિચય જાણવા ઈચ્છા કરવા લાગ્યા, એટલે મહારાજાએ બધી વાત કરી.
મહારાજ” ધનદ શેઠે હાથ જોડી કહ્યું, “હું તમારા આવ્યા સિવાય લગ્ન સંબંધમાં કઈ જ કરવાનું નથી, માટે તમે સહકુટુંબ પરિવાર તેમજ લાવલશ્કર સાથે ચૈત્રપુરે ચાલે.”
શેઠ” હસીને મહારાજા વિક્રમ બોલ્યા, “હું મારી કુટુંબપરિવાર તેમજ લાવેલશ્કર લંઈ ચૈત્રપુર આવું સૈથી તમને ઘણું સહન કરવું પડશે. ખર્ચ પણ ઘણે જ થશે.”