________________
૪૪૮
પિતે સ્વસ્તિ” શબ્દથી આશીર્વાદ આપે, પણ પેલે ગેવાળ તે રાજા અને સભાને જોતાં જ ભાન ભૂલી જઈને “સ્વસ્તિ” કહેવાને બદલે “ ઉષરટ” કહી બેઠે.
એ “ ઉપરટ” શબ્દ સાંભળતાં મહારાજા નવાઈ પામ્યા. વેદગર્ભે સમયસૂચકતા વાપરી મહારાજાને કહ્યું, “આ નવીન પંડિતે આપને ગર્ભિત આશીર્વાદ આપે છે. તેને અર્થ સાંભળો.
આશીર્વાદમાં પહેલે અક્ષર “ઉ” છે તેને અર્થ ઉમાપાર્વતી થાય છે. અને “શ” શબ્દથી શંકર અર્થ થાય છે.
ર” અક્ષરથી “રક્ષણ” અને “ટ” અક્ષરથી ટંકાર અર્થ થાય છે. હે રાજન, વિદ્વાન પંડિત આશીર્વાદ આપતા કહે છે. ઉમાપતિ ત્રિશુળને ધારણ કરનાર શંકર તમારું રક્ષણ કરે. અને તમારી કીતિને ટંકાર ચતરફ ફેલાવ.”
વેદગર્ભે સમજાવેલે અર્થ સાંભળતાં મહારાજા ઘણ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, “આ સરસ્વતીપુત્ર તે નથી ને?”
મહારાજાના પ્રશ્નના જવાબમાં વેદગભે કહ્યું, મહારાજ, મેં સરસ્વતીની આરાધના કરી રાજકન્યા માટે આ વર શેળે છે.”
આમ ચતુરાઈથી વેદગભે મહારાજાને પ્રસન્ન કર્યા ને શુભ મુહૂર્તમાં શેવાળ અને રાજકન્યાનાં લગ્ન થયાં.