________________
૪૨૫
મહારાજાના શબ્દ રાક્ષસ ભાન ભુલે. અને વિક્રમને નાશ કરવા તેણે ત્રણ ગાઉ મેટું શરીર બનાવ્યું. પગ પછાડ. ધરતી ધ્રુજવા લાગી. આ જોઈ મહારાજા વિક્રમે અગ્નિતાલની સહાયથી રાક્ષસ કરતાં બમણું શરીર કર્યું ને તેના ખભા પર ચઢી માથા પર પ્રહાર કર્યો. તે સાથે જ રાક્ષસ ભયંકર બૂમ પાડી ધરાશાયી થયે. આ જોતાં રાજકન્યા સ્તબ્ધ થઇ ગઈ અને પિતાને છોડાવવા કેઈ દેવ, કંદર્પ કે રાજા આવેલ છે તેવું વિચારવા લાગી. ત્યારે અગ્નિવૈતાલ રાક્ષસના અંગેનું ભક્ષણ કરતે આનંદ અનુભવવા લાગે. દેવે માંસ માટી ખાતા નથી પણ લોકોને ચેષ્ટા બતાવે છે.)
આનંદ અનુભવતા અગ્નિતાલને મહારાજાએ કહ્યું, “તું અહીંથી જલદી જા અને રાજકુટુંબ તેમજ પ્રજાજનોને લઈ આવ.”
આજ્ઞાને અમલ તાત્કાલિક થયે. થોડી જ વારમાં રાજકુટુંબને શોધી તેમજ પ્રજાવર્ગને લઈ અગ્નિવૈતાલ પાછો આવ્યું. રાજા વિજ્ય તે “આ બધું શી રીતે બન્યું ? ને વિચાર કરતે મહારાજા વિક્રમને પૂછવા લાગે, “આપ કોણ છે? આ બધું શી રીતે બન્યું?”
“એ જાણવાથી લાભ ?” વિકમે પૂછ્યું.
મહારાજાના આ શબ્દથી વિજય રાજાને મહારાજા પ્રત્યે વધુ માન ઉપર્યું. મનમાં બે, “આ કેઈ અસાધારણ