________________
નગરમાં જિનમંદિર રાજા દ્વારા બનાવડાવ્યું પછી સૂરિજીએ સૂત્રોની ભાષા બદલવા વિચાર્યું. પિતાને વિચાર તેમણે ગુરુદેવને કહ્યો. ગુરુએ ઠપકો આપ્યો ને પ્રાયશ્ચિત્ત લેવા કહ્યું. પ્રાયશ્ચિત્ત લઈ સૂરિજી ત્યાંથી નીકળ્યા ને અવધૂત વેશ ધારણ કરી ભ્રમણ કરવા લાગ્યા પ્રકરણ તેવીસમું કન્યાની શોધ પૃષ્ઠ ૧૬૯ થી ૧૮૪
રાજા વિક્રમાદિત્ય રાજકુમાર માટે મનપસંદ કન્યા શોધી -રહ્યા હતા. પણ કન્યા મળતી ન હતી. તેથી ભદમાત્રને સૈન્ય સાથે કન્યા શોધવા મોકલ્યો. રસ્તે જતાં ભટ્ટમાગે વલ્લભીપુરની રાજકન્યા શુભમતી વિષે સાંભળ્યું. તેથી તે વલભીપુર ગયો. ત્યાંથી પાછા આવી મહારાજાને શુભમતીની વાત કહી. વિક્રમચરિત્રે આ વાત જાણી. તેના હૃદયમાં તેને માટે પ્રેમ ઉત્પન્ન થયા. મને વેગે ઘોડા પર બેસી તે વલ્લભીપુર ગયો. વલ્લભીપુરમાં રાજમાર્ગ પર ફરી રહ્યો હતો ત્યાં શ્રેષ્ઠી કન્યાએ તેનું રૂપ જોઈ સખી સાથે તેને બોલાવ્યા. મકાનમાં આવતાં વિક્રમચરિંગે શ્રેષ્ઠી કન્યાને બહેન કહી બેલાવી તેથી તે કન્યા બેશુદ્ધ થઈ ગઈ. સારવારના અંતે તે સાવધ થઈ. તે શ્રેષ્ઠી કન્યા લક્ષ્મીના સહકારથી રાજકન્યાને મળવા નકકી કર્યું ને તે રાજકુમારીને મળ્યો ફરીથી મળવા નિર્ણય કર્યો. પ્રકરણ વીસમું શુભમતી પૃષ્ઠ ૧૮૫ થી ૧૯૬
રાજકુમારી શુભમતીને પરણવા રાજકુમાર ધર્મદેવજ દબદબાપૂર્વક આવે. વિક્રમચરિત્ર પણ નક્કી કરેલા સ્થાને આવ્યો. - શૌચ માટેનું બહાનું કાઢી રાજકુમારી રાજમહેલમાંથી બહાર નીકળી. વિધિની વિચિત્રતાથી વિક્રમચરિત્ર અને રાજકુમારી ભેગાં ન થયાં પણ વિક્રમચરિત્ર ને બદલે ત્યાં રહેલ સિંહ નામના ખેડૂત સાથે તે ચાલી નીકળી. રાજકુમારીએ જ્યારે આ જાણ્યું ત્યારે ચાલાકીથી પિતાને બચાવ કરી ગિરનાર તરફ જવા લાગી. રસ્તામાં એક ઝાડ