________________
૩૯૯
મહારાજા વિકમ જ્યારે આ વિચાર કરી રહ્યા હતા, ત્યારે નૃત્યથી પ્રસન્ન થયેલા ઈન્દ્ર દેવદમનીને એક દિવ્ય પુષ્પોની માળા આપી. દેવદમની તે માળા પિતાની સખીને આપી રહી હતી ત્યારે અગ્નિતાલે તે વચ્ચેથી જ હરી લઈ મહારાજા વિક્રમને આપી. પ્રસન્ન થયેલા ઈ દેવદમનીને ફરીથી દિવ્ય ઝાંઝર આપ્યું. તે પણ બૈતાલે હરી લીધું. ત્રીજી વખતે પાનનું બીડું આપ્યું. તે પણ વૈતાલે હરી લીધું. આ ત્રણે વસ્તુઓ લઈ વિક્રમ સાથે બૈતાલ રાજમહેલે પાછો આવ્યો. તે પછી મહારાજા વિક્રમ નિશ્ચિત થઈ સૂતા. સવાર થયું છતાં મહારાજા જાગૃત થયા નહિ. દેવદમની તે નિયમ પ્રમાણે રાજસભામાં આવીને મહારાજા માટે પૂછતાં રાજસેવકે કહ્યું, “મહારાજા તે સૂતા છે.” આ સાંભળી દેવદમનીએ સેવક દ્વારા મહારાજાને કહેવરાવ્યું. “આ શું રમત માંડી છે? મારી સાથે હેડમાં ઉતર્યા પછી શાંતિથી સૂઈ રહેવાય કે ?”
મહારાજા ડીવારે રાજસભામાં આવ્યા, ને કહ્યું, “આજ ઊંઘ ન ઊડી.” કહી રમત રમવા માંડી. રમતાં રમતાં મહારાજાએ કહ્યું “આજ મને કાચી ઊંઘમાંથી ઉઠા.” ત્યારે દેવદમનીએ કહ્યું, “મારી જોડે રમવા માંડયા પછી, હડ કર્યા પછી સૂઈ કેમ રહેવાય?”
મહારાજા વિક્રમે એને જવાબ ન આપે. પણ રમતાં રમતાં જાણે ઊંઘ આવતી હોય ને બગાસાં ખાતા હોય તેમ બગાસાં ખાવા લાગ્યા, ત્યારે દેવદમનએ પૂછ્યું, “તમને ઊંઘ આવે છે? જવાબમાં વિકમે કહ્યું, “સિધ્ધસીકેતર