________________
૩૬૬
· મિત્ર દ્રોહી, કૃતઘ્ન ને ચાર વિશ્વાસઘાતક; ચારે એ જાય છે. નરકે યાવચ્ચ દ્રદિવાકરો.’
શ્લાકનુ પુનઃ રટણ કરી મ ંત્રેલ પાણી પ્રધાનપુત્રીએ રાજકુમારના મસ્તક પર છાંટયું, ને ‘મિ–રાના ‘મિ’ અક્ષર પણ લુપ્ત થયા. હવે રાજકુમાર માત્ર ‘રા' ‘રા' ખેલવા લાગ્યા. લેાકેાના આનદ અને આશ્ચર્ય માં ખૂબ ખૂબ વૃદ્ધિ થઈ.
પ્રધાનપુત્રીએ છેલ્લા લૈક કહ્યો:
♦ રાજન, તું રાજપુત્રનું હાય કલ્યાણ ઇચ્છતે; સુપાત્રદાન આરંભ, દાને ગૃહસ્થ શુદ્ધ થતા’
શ્લોકના છેલ્લા અક્ષર રાજકુમારના કણ પટ પર અથડાયે ને એકાએક ‘રા’ ‘રા' ખેલતા અટકી ગયા અને શુન્યદૃષ્ટિથી આમતેમ જોવા લાગ્યા.
થોડીવારે તે સ્વસ્થ બન્યા અને પેાતાની આસપાસ જામેલી વિરાટ માનવમેદની, પોતાની સમીપ પડદા પાછળ ઝાંખી દેખાતી પદ્માસના પ્રધાનપુત્રીને જોઇ શરમ અનુભવવા લાગ્યા.
રાજાના આનંદને પાર ન રહ્યો. પ્રજા પણ નાચી ઊઠી. સહુની નજર મંડાઈ હતી પેલા જાદુઈ પડદા પાછળ, એ પડદા પાછળ પ્રધાનપુત્રીએ એવી તેશી ધ્રુવી રચના કરી હશે કે, તેના શ્લોક—મંત્રના શ્રવણથી રાજકુમાર રોગમુક્ત “અની ગયા?