________________
૩૫૬
તે તમારે પૂર્વભવ મને કહો.” રત્નકેતુએ ઘણું આગ્રહપૂર્વક કહ્યું, ત્યારે અરિમર્દન પિતાને પૂર્વ ભવ કહેવા લાગે. રાજકુમારી ગુપ્ત રહી તે સાંભળવા લાગી. રાજાએ કહેવા માંડ્યું. “ગયા ભવમાં મલયાચલ પર્વત ઉપર હું ચકલે હતે. મેં મારી ચકલીને એક વખતે માળે બાંધવા કહ્યું, પણ તેને ગણકાર્યું નહિ. મેં દુઃખ વેઠી માળે બાંધે, તેવામાં અમારાં કમેં દવ લાગે. મેં ચકલીને પાણી લાવી માળા પર છાંટવા કહ્યું, પણ સાંભળે તે બીજી. તે તે નિરતથી બેસી જ રહી. આખરે હું ભગવાન શ્રી આદિનાથનું ધ્યાન કરતે પાણી છાંટવા લાગે. તેવામાં દાવાનળ આવી પહો. હું મરણ પામે. ને આદિનાથ પ્રભુના યાનના પ્રભાવથી હું અહીં રાજા થયે છું.”
અરિમર્દનના શબ્દો સાંભળી રાજકુમારી મનમાં બેલી, “આ જઠું બેલે છે. મનમાં બેલતી તે બેલી ઊઠી, “જૂઠું, જુઠું. જળાશયથી પાણી લાવી મેં છાંટ્યું હતું
ના, ના, મેં છાંટ્યું હતું.'
“ના મેં.' કહેતી રાજકુમારી પડદામાંથી બહાર આવી. રાજાનું મેટું જોયું તેથી જેમ સૂર્ય ઉગવાથી અંધકાર નષ્ટ થાય તેમ પુરુષ પ્રત્યે દ્વેષ પીગળી ગયે. ને બોલી, “બાપુ, આ મારા ગત જન્મના પતિ છે. માટે મારાં લગ્ન તેમની સાથે કરી આપે.
રત્નકેતુએ પિતાની પુત્રીમાં આવેલું પરિવર્તન જોઈ