________________
૩૧૨
સ્વપ્ન પૂર્ણ થતાં કમલાલાએ શય્યા ત્યાગ કરી રાજાને સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્ન પાઠકે પાસેથી તેનું ફળ જાણું રાણુને કહ્યું, “તમને પુત્ર થશે.” આ શબ્દથી કમલમાલા હરખાઈ. દિવસે જતાં તેણે ગર્ભ ધારણ કર્યો, તે વખતે તેને ઉત્તમ પ્રકારની ઈચ્છાઓ થવા લાગી. આખરે નવ માસ પૂર્ણ થતાં તેણે પુત્રને જન્મ આપે. પુત્રજન્મ નિમિત્તે ઉત્સવ ઉજવાયો. રાજકુમારનું નામ શુકરાજ પાડવામાં આવ્યું. પાંચ ધાવ માતાથી ઉછરતે રાજકુમાર જેમ સુદ બીજના ચંદ્રની દિવસે દિવસે કલા વધે તેમ વધવા લાગ્યું. એક દિવસે બધાં ઉદ્યાનમાં ગયાં. ત્યાં પિલા આંબાના ઝાડ નીચે બેસી કમલમલાને પેલા પોપટની વાત રાજાએ કહેવા માંડી. તે વાત પૂરી થતાં પિતાના ખેળામાં બેઠેલે શુકરાજ મૂછિત થઈ પૃથ્વી પર પડે. રાજારાણું ગભરાયાં. ત્રાહ્ય ત્રાહ્ય કરવા લાગ્યાં. લેકે ત્યાં દોડી આવ્યા, કુમારને શુદ્ધિમાં લાવવા યત્ન કરવા લાગ્યા. કુમાર શુધ્ધિમાં આવ્યા પણ ઘણય યત્ન કરવા છતાં તે ન બે. ત્યારે નગરમાં જઈ વૈદ્યો વગેરેને બોલાવ્યા પણ પરિણામ શુન્યમાં આવ્યું.
છ છ મહિનાને વહાણાં વાઈ ગયાં. રાજાની ચિંતાને પાર ન હતું. તેવામાં નગરજને ત્યાં આવ્યા ને આગ્રહ કરી બીજે દિવસે ઉજવાતા કૌમુદી મહત્સવમાં આવવા કહ્યું રાજા ના ન પાડી શક્યો. તે બીજે દિવસે સપરિવાર ઉદ્યાનમાં ગ, ઉદ્યાનમાં ફરતાં ફરતાં પેલા આંબાનાં ઝાડને દૂરથી