________________
પ્રકરણ બત્રીસમું ..... ... ..... શ્રી શત્રુંજય
જનકલ્યાણાર્થે સ્થળે સ્થળે ઉપદેશ કરતા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ઉજજૈન લગભગ આવ્યા. આ સમાચાર રાજા વિક્રમને મળ્યા, ત્યારે તેમને સત્કાર કરવા વિકમ પૂર્ણ તૈયારી કરી. માનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. તે પછી દિવસે જતાં સૂરીશ્વરજી ઉપદેશ દેતા કહેવા લાગ્યા, “આ આર્યક્ષેત્રમાં માનવજન્મ મળે અને તે પણ ઉત્તમ કુળમાં અને પછી જિનવચનરૂપ શાસ્ત્રોનું શ્રવણ, તેના પર શ્રધ્ધા. અને શુદ્ધ ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરી તેમાં શક્તિઓને વિકાસ થ એ ભાગ્યશાળી માટે જ સંભવે છે. દેવકના દે. નારકીઓ તેમજ પશુ-પક્ષી વગેરે ધર્મ સાધન કરી શક્તા. નથી. માત્ર મનુષ્યાવતારમાં જ ધર્મ સાધન થઈ શકે છે..
જ્યારે મનુષ્યાવતાર પ્રાપ્ત થયું છે, ત્યારે ધર્મ સાધન માટે વધુ ને વધુ પ્રયત્ન કરવો જોઈએ. શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજ પર બિરાજેલા ભગવાન શ્રી આદિનાથને