________________
૨૯૩
તેણે મનુષ્ય લેકમાં આવી પોતાના પતિને રાજાઓ સાથે શિકાર કરતે, પરદ્રોહ કરતે, મદ્યપાન આદિ સાત વ્યસને કરતે જે.
રાજા જ્યારે પાપ કરે ત્યારે પ્રજા પણ તે જ વૃત્તિવાળી થાય છે. માટે તે કહેવાય છે, યથા રાજા તથા પ્રજા.
પોતાના પતિને દુરાચાર કરતે જઈ તે દેવી વિચારવા લાગી. “હું કેવી રીતે મારા પતિને આ દુરાચારના માર્ગોથી આગળ વધતું અટકાવું ?”
સામર્થ્ય હોવા છતાં પિતાના મિત્ર અથવા સંબંધીઓને પાપ કર્મ કરતાં જે રોક્ત નથી, તે તે પાપના કારણે તે વ્યક્તિ પણ પાપી થઈ જાય છે. ને તે પાપી કહેવાય છે.
આ પ્રમાણે વિચાર કરી શ્રીમતીએ દેવાયાથી ચાંડાલણનું રૂપ ધારણ કર્યું, તે દારૂ પીતી–માંસ ખાતી, ગંદા કપડાવાળી, મલિન રૂપવાળી થઈ-ધૃણા ઉપજે તેવું રૂપ ધારણ કરી મનુષ્યની પરી હાથમાં લઈ અને તેમાનાં પાણીને રસ્તા પર છાંટતી ધીરે ધીરે ચાલવા લાગી. - ચાંડાલણીનું આ કર્મ રાજા શિવના જોવામાં આવતા, પિતાના મંત્રીને પૂછવા લાગે, “હે મંત્રી ! એ ચાંડાલણી રસ્તા પર પાણી કેમ છોટે છે?”
રાજાને આ પ્રશ્ન સાંભળી પાણી છાંટવાનું કારણ જાણવા મુખ્ય મંત્રી રાજાની આજ્ઞા લઈ ચાંડાલ પાસે આવ્યું અને