________________
૨૭૬
પેાતાના રાજમાં ચારી ન કરવાની જાહેરાત કરાવી. તે પોતાના ગુરુમહારાજથી પોતાની પત્નીએ સાથે સદ્ધર્મ વિષે સાંભળી દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મનું પાલન કરતા, દાનના પ્રભાવથી તે સ્વર્ગમાં ગયા. તે ફરીથી મનુષ્ય . જન્મ પ્રાપ્ત કરી સાતે પત્નીઓ સાથે સર્વ કર્મના ક્ષય મેાક્ષને પામશે.
આ પ્રમાણે જે કોઈ મનુષ્ય દાન અથવા ધર્મની આરાધના કરશે તે મુક્તિ સુખને પ્રાપ્ત થશે.”
હેમવતીની કથા
“ જે મનુષ્ય શીલવ્રતનું પાલન કરે છે તે હેમવતીની જેમ કલ્યાણ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે.”
લક્ષ્મીપુરમાં એક ધીર નામને ન્યાયી—નીતિપરાયણ રાજા હતા. તેની સુશીલ-દયાળુ હેમવતી નામની રાણી હતી. તે રાજારાણીના દિવસેા શ્રીજિનેશ્વરદેવાએ કહેલા ધર્મનુ આચરણ કરતા તેમજ સદ્ગુરુની સેવા કરતા વીતતા હતા.
એક દિવસે વસંત ઋતુમાં રાજા ધીર પોતાની રાણી હેમવતી સાથે ઉદ્યાનમાં કીડા કરવા ગયા. તે વખતે અદૃશ્ય ગતિવાળા કોઈ વિદ્યાધર કોઈના મોઢેથી હેમવતીના સુંદર રૂપની વાત સાંભળી, તેનું હુંરણ કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા, ને તેણે રાજા પાસે ક્રીડા કરતી હેમવતીનુ હરણ કરી વૈતાઢય પતિ પર દૂર દૂર પહેાંચી ગયા ને કહેવા લાગ્યું. ‘ હું હેમવતિ ! આ પતના દક્ષિણ ભાગમાં તથા ઉત્તર