________________
૨૭૧
એ ચેરને રાજાની આજ્ઞાથી રાજપુરુષ વધ કરવા લઈ જતા હતા, ત્યારે રસ્તામાં રાણી રૂપવતીએ ચોરને પૂછ્યું. ચોરે પોતાની વિતક કથા કહેતાં દયા ઉપજાવે તેવા શબ્દોથી દયાની યાચના કરી.
ચારના દયા ઉપજાવે તેવા શબ્દો સાંભળી ચેરના દુઃખથી ઘણી દુઃખી થઈ રણ વિચારવા લાગી, “જેનું ચિત્ત બધા પ્રાણીઓ પર દયાથી ભરાઈ જાય છે તેને જ જ્ઞાન અને મેક્ષ મળે છે. જટા, ભષ્મ અને ભગવાં વસ્ત્ર ધારણ કરવાથી કાંઈ મળતું નથી. દયા વગર ભષ્મ વગેરે ધારણ કરવું નકામું છે.”
આમ વિચારતી રાણી રાજા હતા ત્યાં ગઈ અને કહેવા લાગી. “હે રાજન્ ! જેને વધ કરવા રાજપુરુષ લઈ જાય છે, તેને એક દિવસ માટે મને આપો. તેને અન્નપાન વગેરેથી સંતોષ પમાડી ધર્મકથા સંભળાવીએ. કેમ કે છાશમાંથી માખણ, કાદવમાંથી કમળ, સમુદ્રમાંથી અમૃત, વાસથી મુક્તામણિ નીકળે છે. તે જ પ્રમાણે બુદ્ધિવાળે મનુષ્ય જન્મથી જ સારરૂપ વસ્તુને ગ્રહણ કરે છે.”
- રાજાને આ પ્રમાણે રાણીએ કહ્યું એટલે રાજાએ તેની વાતને સ્વીકાર કરી ચેરને એક દિવસ માટે રાણી રૂપવતીને સેંપવા આજ્ઞા કરી. આજ્ઞાને અમલ થયે. ચર રાણુને સોંપવામાં આવ્યું.