________________
આ સમાચાર મળતાં જ પૂ. શ્રી નિરંજનવિજયજી મુ, ઉત્તમ વિજયજી વગેરે ૧૦ દિવસમાં જ અમદાવાદથી મુંડારે પહેચી ગયા.
પૂજ્યશ્રીના આરોગ્યમાં ચઢ-ઉતર થયા કરે છે. નોંધપાત્ર સુધારે જણાતું નથી. પછી તે દેશી ઉપચારે પણ ઝાઝા અસરકારક ન રહ્યા. પૂજ્યશ્રી તે જવાના સ્વભાવવાળા શરીરને ઘસાતું જુએ છે, જ્યારે ધ્યાન બધું આત્મા રાખે છે.
એકાએક તેમણે શ્રી નવકારને પ્રગટ જાપ શરૂ કર્યો. બધાને ભાવી વંચાવા લાગ્યું. પૂ. શ્રી નિરંજનવિજયજીએ પૂછ્યું: “આપને કેમ છે?” જવાબમાં તેમણે કહ્યું, “મને ઠીક છે, મારે શ્રી સિદ્ધાચળ મહાતીર્થની યાત્રાએ જવું છે.'
શ્રી સિદ્ધાચળ તીર્થને ભેટવાની ભાવના સાથે પ. પૂ. શ્રી ખાંતિવિજયજી મહારાજ વિ. સં. ૨૦૨૧ના ફાગણ સુદ તેરશે વાલી મુકામે કાળધર્મ પામ્યા.
૬૨ વર્ષના આયુષ્યમાં, ૩૫ વર્ષનું નિર્મળ ચારિત્ર પાળી, બે વખત શ્રી નવકાર મંત્રના નવલાખ જાપની વિધિપૂર્વક આરાધના કરી, સ્વ–પર ઉપકારક જીવનને સાર્થક કરી, શરીર છોડીને સદ્દગતિના ભાગી બનેલા પ. પૂ. શ્રી ખાતિવિજવજી મહારાજ સાહેબને કેટિ– કેટિ વંદના.