________________
સર્ગ સાતમે
પ્રકરણ ત્રીસમું...અવંતી પાર્શ્વનાથ અને સિદ્ધસેન દિવાકર
શ્રીસિધ્ધસેનસુરીશ્વરજી બાર વર્ષ સુધી અવધૂત વેશમાં અનેક દેશમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે સાંભળ્યું, મહારાજા વિક્રમાદિત્ય મિથ્યાત્વની જાળમાં ફસાયા છે. તેથી તેમને ઉપદેશ આપવા માલવદેશમાં આવ્યા.
રાજાને બેધ આપવાના ઉદ્દેશથી તેઓ ઉજજયિની નગરીમાં આવેલ મહાકાલના મંદિરમાં ગયા અને અવધૂત વેશમાં જ લિંગની સામે પોતાના બે પગ લંબાવી સૂઈ ગયા.
પૂજારીએ શ્રી સિદ્ધસેનસૂરીશ્વરને આ પ્રમાણે સૂતેલા જોયા એટલે તેણે કહ્યું, “એ સૂનારા! અહીંથી ઊડી જા. દેવની સામે આ પ્રમાણે સૂવું ન જોઈએ.”
આ પ્રમાણે વારંવાર કહેવા છતાં તે ન ઊઠયા ત્યારે પૂજારીએ રાજા પાસે જઈ ફરિયાદ કરતાં કહ્યું, “હે રાજન !