________________
સાથે ઉદેપુરમાં કર્યું. આ અરસામાં તેમના સંસારીપણાના કુટુંબીજનોને તેમની દીક્ષાના સમાચાર મળી જતાં, તેમણે ઉહાપોહ કરવાને બદલે દીક્ષાની અનુમોદના કરી.
પૂજ્યશ્રીનું બીજુ, માસુ જાલોરમાં થયું, ત્રીજુ જાવાલમાં
થયું.
ઝળહળતે વૈરાગ્ય, સાચી જાગૃતિ, ઉત્કટ એકાગ્રતા, સો ટચની ગુરુભક્તિ; આ બધા ગુણોને લીધે, ત્રણ વર્ષના જ દીક્ષા પર્યાયમાં પૂ. શ્રી ખાંતિવિજ્યજી અનેક આત્માઓને આકર્ષવા લાગ્યા.
પૂજ્યશ્રીએ ૧૯૯૦નું માસુ પાંજરાપોળ જૈન ઉપાશ્રય-અમદાવાદ ખાતે કર્યું. આ જ સાલમાં અમદાવાદ ખાતે “અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ સંમેલન'ભરવાને નિર્ણય લેવાયે અને તેની મોટી આમંત્રણ પત્રિકાઓ તૈયાર થઈ. આ પત્રિકાની નકલ પૂજ્યશ્રીએ સંસારીપણાના પિતાના પિતા બંધુઓ આદિને મોકલી.
પત્રિકા વાંચીને ધર્મની ધગશવાળા, સંસારીપણાના તેમના નાનાભાઈ શ્રી નવલમલજી અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદનું આગમન તેમના જીવન માટે શુભ શુકનવંતુ નીવડયું. ' સરિસમ્રાટના ચારિત્ર પ્રભાવપૂર્ણ મુખારવિંદના પ્રથમ દર્શને જ શ્રી નવલમલજીના હૈયામાં વૈરાગ્યને ધેધ છૂટો અને જરૂરી ત્યાગની ઉષ્મા વ્યાખ્યાનશ્રવણે પેદા કરી દીધી. તેમના અંતરના તાર–તાર, ત્યાગ-વૈરાગ્યના ઝંકાર કરવા લાગ્યા.
એટલે શ્રી નવલમલજીએ મુંબઈ જવાનું માંડી વાળ્યું અને પૂ. મુનિ શ્રી ખાંતિવિજયજી આદિ ગુરુભગવંતની નિશ્રામાં તપ, જપ, આદિ વેગ વધાર્યો. દીક્ષા માટેની તેમની પાત્રતા અને તાલાવેલી