________________
૨૨૮
પાસે ન જતાં પેાતાની મા-ગાય પાસે જાય છે, તેમ પહેલાં કરેલાં કર્મ કરનાર પાસે દુઃખ જાય છે.
પ્રમાદિ માણસ હસતાં હસતાં જે કર્મ કરે છે, તે અનેક જન્મ પછી પણ તે કરેલાં નાં ફળને ભોગવ્યા વિના રહેતા નથી. તેથી દાસ્ત ! મારાં કર્મીના છાંટા તને પણ લાગશે. અને આપણે બંને મરી જઇશું તે તું તારે ઘેર જા.”
વિક્રમચરિત્રના શબ્દેથી સામદત્ત વિચારવા લાગ્યા. “અહી રહેવાથી જરૂર જવજવાના, હું આ વનમાં સાથે રહી શા માટે મરૂ” આમ વિચારી તે ખેલ્યા, “ દોસ્ત ! તેથી તે કહ્યું, પણ મારે પગ અહીંથી ઉપડતા નથી.”
ખરેખર નીચ મનુષ્યેાના મનમાં કાંઈ, વાણીમાં કાંઇ, વનમાં કાંઈ જુદુ જ હાય છે. તેઓના સ્વભાવ વેશ્યા જેવા હાય છે.
સોમદત્તે કહ્યું તે સાંભળી સરળ હૃદયી રાજકુમાર ખેલ્યા, “અરે દોસ્ત ! તું મારા કહેવા પ્રમાણે કર, તું અહીંથી ચાલ્યા જા.”
ઉત્તમ વ્યક્તિ મન, વચન, શરીર અને કાર્યમાં એક સરખા જ રહે છે. ઉત્તમ વ્યક્તિ અપકાર કરનારનું પણ હિત જ કરે છે.
આ મારી છે, આ પારકે છે, તેવુ તા ક્ષુદ્ર વ્યક્તિએ જ માને છે. ઉદાર વ્યક્તિએ માટે આખી પૃથ્વીના પ્રાણી તેનાં કુટુબીઓ જ હાય છે