________________
૧૮૮
રૂપવાળા રાજકુમાર કયાં ગયા? અને જેનું મુખારવિંદ જોતાં તિરસ્કાર ઉપજે તે આ માણસ કયાંથી આવ્યું? સાચે જ મારા દુર્ભાગ્યે આ બનાવ બનવા પામ્યું છે.”
ડે સમય મનમાં વિતાવ્યા પછી સિંહ બલ્ય, “હભામિની! તું અત્યારે આનંદ કરવાને બદલે શોક શા માટે કરે છે? હું ઘણા ખેડૂતે વાળા વિદ્યાપુર નામના ગામમાં રહું છું. ત્યાંના લોકે પિતાની ઈચ્છા પ્રમાણે જુગાર રમે છે. હું પણ ત્યાં જુગાર રમું છું. મારું નામ સિંહ છે.
હું સાત પ્રકારનાં વ્યસન કરનાર કે સાથે રહું છું. મેં અત્યારે પાંચ ખેતરમાં બી વાવ્યા છે. મારા ઘરમાં ચાર મેટા બળદ છે. એક ઘણે સુંદર રથ છે. બે ગાય છે, એક ગધેડી છે. એ ગધેડી પાણી લાવવાના ઉપગમાં આવે છે. મારું ઘર ઘાસ લાકડાનું બનાવેલું છે. જેમાં કયાંય કાંણા-બકરાં નથી. મારી એક બૈરી છે. હવે તું બીજી બૈરી થઈ. તારા જેવી જુવાન સ્ત્રીને ઘરમાં રાખતાં પરણેલી જૂની સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકીશ. અને તેને સર્વસ્વ બનાવી તારી સાથે સુખથી રહીશ. આવી તક ભાગ્યથી જ માણસને મળે છે.
એક સ્ત્રી, ત્રણ બાળક, બે હળ, દસ ગાયે, નગરની પાસે આવેલા ગામમાં રહેવાનું હોય તે તે સ્વર્ગથી પણ વધારે માની લેવાય. નવા સરસવનું શાક, નવા ચોખાના ભાત, દહીં, આ બધી વસ્તુઓ ગામડાના લેકે ચેડા ખર્ચમાં ઉમંગથી. ખાય છે.”