________________
૧૦૩
નીચે વસ્ત્રાભૂષણથી ભરેલી પિટી જોઈ નહિ એટલે રાણીને પૂછ્યું, “આભૂષણથી ભરેલી પેટી ક્યાં છે?”
“મેં તે તે પેટી શયાની નીચે મૂકી હતી.” રાણીએ કહ્યું.
ક્યાંક બીજે તે નથી મૂકી ને?” રાજાએ પૂછયું, શમ્યા નીચે પેટી નથી.”
રાતે સૂતી વખતે મેં પિટી અહીં મૂકી હતી.” રાણીએ કહ્યું.
આમ આવા સ્થાને રાતના કેઈ ચોર આવી પેટી લઈ ગયે છે.” રાજાએ રાણીને કહ્યું. “જ્યારે આવા સ્થાને કઈ ચૂપચાપ આવી શકે છે, તે મને કદાચ મારી નાંખે તે શું થાય ?”
શુદ્ર જતુથી તે ઈંદ્ર સુધી બધાને જીવવાની આશા એક સરખી હોય છે. મરણને ભય બધાને એક સરખે હેય છે. કેઈનિદેય વ્યક્તિ કેઈ જીવને મારે છે ત્યારે તે જીવનને છેડી વિશાળ રાજ્યની ઈચ્છા કરતું નથી, માટે સંભાળપૂર્વક રહેવું જોઈએ.” કહી રાજાએ પગલાં ઓળખનારને બોલાવ્યા અને પગેરું શોધવા કહ્યું. તેમણે પ્રયત્નપૂર્વક પગેરું શોધવા માંડ્યું, પણ પરિણામ શૂન્યમાં આવ્યું. તે પછી કોટવાળને બોલાવ્યા, ને પૂછયું, “રાતના તમે ક્યાં ગયા હતા? અથવા તમે રાજમહેલની રક્ષા કાળજીપૂર્વક કરતા નથી” ત્યારે કેટવાળે