________________
મારું વિમાન આગળ વધતું અટક્યું છે. આ ગર્ભરૂપી બાળક ખચીત બળવાન થશે. બેલતી દેવીએ નીચે આવી, પ્રેમપૂર્વક એ ગર્ભરૂપી બાળકને ઊઠાવી લીધો. ને વિમાનમાં લઈ ગુફામાં અવી, ને તે ખપરમાં રહેલા ગર્ભરૂપી બાળકનું નામ પણ અપૂર રાખ્યું. ને તે બાળકનું પોતાના બાળકની જેમ લાલનપાલન કરવા લાગી.
ખપ્પર જ્યારે આઠ વર્ષને થયે, ત્યારે દેવીએ તેને મહાત્માઓને પણ દુર્લભ એવાં વરદાન આપતાં કહ્યું, “તારું મેત આ ગુફામાં જ થશે. આ ગુફા બહાર કઈ દેવતા પણ તારે નાશ કરી શકશે નહિ, આ તલવારના પ્રભાવે તને કઈ જીતી શકશે પણ નહિ, તું જ્યારે ગુફા બહાર જઈશ ત્યારે અદશ્ય રહી શકીશ, ગુફામાં આવ્યા પછી જ તારું શરીર કેઈને દેખાશે.”
ચામુંડા પાસેથી આ વરદાન તેમજ તલવાર મેળવ્યા પછી તે નિર્ભય રીતે જ્યાંત્યાં ઘૂમવા લાગ્યું, હવે તે દ્રવ્ય અને સ્ત્રીઓનું હરણ કરતાં ડરતે નથી. તારી સ્ત્રી કલાવતીનું તેને જ હરણ કર્યું છે ને તે ગુફામાં છે. તેનું શિયળ હજી સુધી અખંડ છે. એ ચેરે દેવીનાં વરદાને પામ્યા પછી જમીનમાં કેટલીય સુરંગ બનાવી છે. તે જુદાં જુદાં રૂપ ધારણ કરી તારો નેકર થઈને રહે છે ને નગરમાં ચેરી કરે છે. તે ચાર તને ઓળખી જાય તે ઘણું કષ્ટ આપશે. તે દેવ-દાનવથી પણ પકડાય તેમ નથી, જેના હાથમાં ક્ષમા રૂપી તલવાર છે તેનું દુષ્ટ ક્રોધે થાય છતાં કાંઈ જ બગાડી શકતું નથી.”