________________
પ્રકાશકનું નિવેદન [ શ્રી નેમિ-અમૃત-ખાન્તિ–નિરંજન-ગ્રંથમાલા તરફથી હિં માં સં. ૨૦૦૮માં પ્રથમ ભાગ અને બીજો ભાગ ૨૦૧૫ માં પ્રકાશિત થયેલ, તેમાં તે વખતે હિન્દીમાં
પ્રકાશકનું નિવેદન, સંજકનું પ્રાક્કથન' અહીં ગુજર માં પ્રગટ કરાય છે.]
વાચકોના કરકમળમાં આ પુસ્તક મૂકતાં અને આનંદ અનુભવીએ છીએ. લેકબદ્ધ વિક્રમ ચરિત્રના મૂળ કર્તા શ્રી અધ્યાત્મ કે મ અને શ્રી સંતિક સ્તોત્ર' આદિ અનેક ગ્રંથના પ્રણેતા “કૃષ્ણ સરસ્વતી' બિરુદ ધારક પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ. પંન્યાસજી શ્રી શુભશીલગણિવર્ય મહારાજ છે. તેઓશ્રીએ વિક્રમ સંવત ૧૪૯૦ (વીર સં. ૧૯૬૦) માં સ્તંભનતીર્થ–ખંભાતમાં સંસ્કૃત કાવ્યરૂપમાં સર્જન કર્યું, તેમાં રોમાંચક કેટલીયે કથાઓ, નીતિ અને ઉપદેશના અનેકાનેક કે સારી રીતે ભર્યા છે. તે જિજ્ઞાસુ સજજનેને ઘણા ઉપકારક થશે તે દૃષ્ટિએ નીતિ અને ઉપદેશના ઘણું શ્લોકે આ અનુવાદમાં ઉધૃત કર્યા છે.
હિંદી ભાષામાંથી શાસનસમ્રાટ તપગચ્છાધિપતિ, પ્રાચીન અનેકાનેક તીર્થોદ્ધારક, ન્યાય, વ્યાકરણાદિ અનેક ગ્રંથોના સર્જક પૂ. ભટ્ટારક, આચાર્ય શ્રીમદવિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂ. આચાર્ય શ્રી વિજયામૃતસૂરી છે મ.સા.ના શિષ્ય પૂ. મુનિવર્ય શ્રીખાનવિજ્યજી મ.ના શિષ્ય સાહિત્ય પ્રેમી પૂ. મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ અત્યંત