________________
વ્યાખ્યાન ૩ જી
૪૧
છે. એને આવુ શું માંગ્યુ'! હશે એની જે અભિલાષા હાય તે પૂર્ણ કરુ! દેવે તત્ક્ષગુ ફળ-ફુલથી લચી રહેલા સુંદર બગીચા વિકર્ષ્યા અને તેણીને વરદાન આપ્યું કે–તું જ્યાં જઈશ ત્યાં આ ખગીચા તારી સાથે રહેશે અને તને સુંદર છાયા આપશે. નાની જગ્યામાં નાના થઇને રહેશે અને મેાટી જગ્યામાં માટે થઇને રહેશે. આ પ્રમાણે વરદાન આપી નાગરાજ અદ્રશ્ય થઈ ગયા.
ત્યારબાદ વિદ્યુત્પ્રભાએ આ બગીચાના અમૃત જેવા મીઠા મધુરા ક્ળા આરોગ્યા અને ભૂખ-પ્યાસને શાંત કરી,
જ્યારે માણસના પુણ્યના ઉદય શરૂ થાય છે ત્યારે મનગમતી વસ્તુઓ આપ મેળે આવી મળે છે. માંગ્યા કરતા વધારે મળે છે. ઇચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી થાય છે. આ પ્રભાવ પૂર્વભવમાં કરેલી ધર્મની આરાધનાના છે. ધમ કરતાં આળસ આવે છે. અને એમાં ઉલ્લાસ થતા નથી, વેઠ ઉતારવા જેવુ કરીએ છીએ, પણ ધર્મતુ ફળ જ્યારે મળે છે ત્યારે આત્માને અપાર આનદ થાય છે.
વિદ્યુતપ્રભા દિવસે જ'ગલમાં ગાયા ચરાવવા જાય છે અને સાંજે પાછી ફરે છે, પણ બગીચા એની સાથેના સાથે જ રહે છે. એના ઘરના ઉપરના ભાગમાં અદ્ધર રહે છે. બગીચા ઘર ઉપર જાણે મહાન છત્ર ધર્યું હોય તેવા લાગે છે.
વિદ્યુત્પ્રભા જ્યારે ઘેર આવી ત્યારે તેની એરમાન માતાએ કહ્યું પુત્રી ! ભેાજન કરી લે, ત્યારે તેણીએ જવાખ આપ્યા માતાજી! આજે મને ભૂખ નથી,