________________
ધમ તત્વ પ્રકાશ
બહારની નથી, મતલબ એ થઈ કે–વસ્તુને જે સ્વભાવ હોય છે તે સ્વભાવ તે વસ્તુમાં જ હોય છે, પણ વસ્તુની બહાર હોતું નથી.
કરિયાતું બહુ કડવું લાગે અને તાવવાળા બાળક પી ન શકે ત્યારે તેમાં સહેજ ગળપણ નાંખવામાં આવે છે, એટલે એ ઉકાળે જરાક ગળે લાગે પણ એ ગળપણ કરિયાતામાં નથી. કરિયાતામાં સાકરનું મિશ્રણ થયું માટે કરિયાતામાં મીઠાશ આવી પણ કરિયાતુ તે કડવું જ છે. એટલે વસ્તુને જે પોતાનો સ્વભાવ એજ એને ધર્મ.
અહીં આપણે આત્માની વાત કરી રહ્યા છીએ. અહીં ધર્મ શબ્દથી આત્માને સ્વભાવ લેવાને છે. આત્માને જે સ્વભાવ એનું નામ જ ધર્મ, એજ વાતને સમજાવવા આપણે ઉપર જુદા જુદા દાખલાઓ આપ્યા; જેમ બીજી વસ્તુને પિતાને સ્વભાવ હોય છે તેમ આત્માને પણ સ્વભાવ છે. આજે આપણે આપણા સ્વભાવમાં નથી. ઘડીમાં કેધ, ઘડીમાં માન અને ઘડીમાં માયા અને લેભ સતાવે છે. આત્મા પિતાને સ્વભાવ ભૂલી ગયે છે એજ એની મોટામાં મોટી ભૂલ છે. અને તેથી જ એની રખડપટ્ટી છે. આત્મા જે આત્માના પિતાના સ્વભાવમાં આવી જાય તે તેનું ખરું નૂર પ્રગટ થાય.
વર્તમાનકાળે આત્મા જે સ્વભાવમાં છે તે સ્વભાવ અને પિતાને નથી, એ સ્વભાવ એ વિકારજન્ય છે. કર્મજન્ય છે. આપણને ક્યારેક રોગ થાય છે અને ક્યારેક દ્વેષ થાય છે. સુંદર પદાર્થો મળતા અને મન ગમતા વિષયે મળતા આત્માને