________________
વ્યાખ્યાન ૨. '
- કેટલીક વસ્તુ સૌંદર્ય રૂપ અને તેના રંગને લઈને ગમે છે. કેટલીક વસ્તુ તેના મીઠા મધુરા ગીત અને સંગીતથી આપણને પ્રિય લાગે છે. કેટલીક વસ્તુને સ્પર્શ કોમળ હોય છે માટે તે ગમે છે. કેટલીક વસ્તુ ખૂબ ખૂશબોદાર હોય છે એટલે આપણને પસંદ પડે છે અને કેટલીક વસ્તુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે માટે આપણને તે ગમે છે.
પરંતુ રૂપીઆની નેટ આપણને ગમે છે કે નહીં ? તરત ( જ બેલી ઉઠશો કે હા ગમે છે, પણ તમને એમ પૂછવામાં આવે છે કે-એ ગમવાનું શું કારણ? તેમાં નથી તેવા પ્રકારના રૂપ રંગ, સ્પર્શ, સ્વાદ અને સુગંધ છતાં આપણને તે કેમ ગમે છે? તરત જ તમે જવાબ આપશે કે સાહેબ! ભલે એમાં રૂપ-રંગ કે સુગંધ ન હોય, ભલે એમાં કમળ સ્પર્શ કે સુંદર સ્વાદ ન હોય. પણ એ બધી મનગમતી વસ્તુ રૂપીયાપૈસાથી જ મળે છે, માટે તે ગમે છે. પિસાથી બધુ મળે છે માટે આપણને પૈસે ગમે છે. પણ હવે તમને પૂછવામાં આવે કે રૂપીઆ-પૈસા ક્યાંથી મળે છે? જરાક બારીક વિચાર કરશો તે તમે વસ્તુના મર્મ સુધી પહોંચી શકશે. ધન ક્યાંથી મળે છે? શું મહેનતથી મળે છે? ના. મહેનત કરનાર પણ ભૂખે મરે છે, ત્યારે શું બુદ્ધિથી મળે છે? બુદ્ધિશાળી અહીંથી તહીં રખડે છે. એને નોકરી ય મળતી નથી. ત્યારે પિસે શાથી મળે છે? એનું મૂળ કારણ શું? જરાક ઉંડા ઉતરશે. તે તરત જ તમને સમજાશે કે–પૈસો પુણ્યથી મળે છે. પુણ્યભાગ્ય કે નસીબ વગર કંઈ જ મળતું નથી. ત્યારે એ વાત