________________
ધર્મ તત્વ પ્રકાશ એના એ ખેરાકથી ઝાડા ને ઉલટી થાય છે. ખેરાક એનો એ છે ખાનાર એને એ છે, એક વખત આનંદ આપે અને બીજી વખત ગભરામણ થાય. આનું શું કારણ? કારણ વગર આ જગતમાં કોઈપણ કાર્ય થતું નથી. આ બધી વસ્તુની પાછળ જરૂર કોઈ વસ્તુ કામ કરી રહી છે.
ઉદ્યમ કરવાથી પૈસે મળે છે, એમ નહિ માનતા. ઉદ્યમમહેનત અને મજૂરી કરનારા મજૂરો સવારથી સાંજ સુધી બિચારા મજૂરી કરી કરીને મરી જાય છે ત્યારે માંડ જેટલા ભેગા થાય છે, પણ ધનવાન થતા નથી. ત્યારે બીજી બાજુ એક વ્યાપારી–માણસ ગાદીતકીયે બેઠો બેઠે આરામથી ટેલીફેન દ્વારા શું ભાવ, શું ભાવ કરતે લે અને વેચો-આમ કરી હજારો લાખો કમાય છે તેનું શું કારણ? - તમે કહેશે કે મજૂરમાં બુદ્ધિ નથી. અને વ્યાપારી બુદ્ધિશાળી છે માટે કમાય છે, ને એવું પણ નથી એને એ વ્યાપારી એકવાર સટ્ટામાં કમાય છે અને બીજીવાર ઈ નાખે છે, ભારે નુકસાની થાય છે, અને ઘરના નળીયા વેચવાને વખત આવે છે. આમ-થવાનું શું કારણ? છે. એટલે મહેનત-ઉદ્યમ કે બુદ્ધિ કામ નથી લાગતી પણ કઈ ત્રીજી જ વસ્તુ તેની પાછળ કામ કરી રહી છે. તેનું નામ જ પુણ્ય, પુણ્યશાળી થોડી મહેનત અને ઓછી બુદ્ધિ હોવા છતાં હાલ થાય છે અને નિર્ભાગી બુદ્ધિશાળી હોવા છતાં અને પરિશ્રમ કરવા છતાં ય તે સફળ થતું નથી. . B. A. અને M. A. થયેલ વિવિધ ડીગ્રી ધારી માનવી