________________
વ્યાખ્યાન વીશ, પાળે છે, અમુક ભ્રષ્ટ થયો, અમુક ભાગી ગયો. એવા પતિતેના દાખલાઓ આપી બીજાને પાડી નાંખે છે. બીજાની; શ્રદ્ધાને બગાડે છે. પિતે ડૂબે છે અને બીજાને ડુબાડે છે. પણ એમને ખબર નથી કે આવા પંચમ કાળમાં હુંડાવસર્પિણી જેવા વિષમ કાળમાં પણ જ્યાં ડગલે ને પગલે પતનના સાધનો. મોજૂદ છે. આજની વેશભૂષા, આધુનિક વાતાવરણ અને વિષયવિલાસના સાધનનું. જમ્બર આકર્ષણ હોવા છતાં વૈભવ વિલાસને ઠોકર મારી અને પુણ્યાત્માએ સુંદર ચારિત્ર પાળી રહ્યા છે, તપ-જપની સુંદર આરાધના કરી રહ્યા છે અને જગતને સાચો માર્ગ દર્શાવી સવ-પરનું કલ્યાણ કરી રહ્યા છે. - એવા દાખલાઓ એ લોકો નહિ આપે ! - ધંધા-વ્યાપાર કરતા કમાનારના દાખલા આપશે અને કહેશે કે જોયું અમુક કમાયે, અમુકને લાખ મળ્યા, અમુક
ડપતિ થયે. અને પેલો ફુટપાથ પર સૂના આજે મોટરમાં . બેસી મોજ કરે છે કરીને પરણાવતાં અમુક હમણાં જ પરણી અને થોડા દિવસમાં જ રાંડી, શું એ દાખલ આપશે? અમુક સ્ટીમર ડૂબી ગઈ, પ્લેન તૂટી પડયું, બસ ઉંધી વળી, પાટા પરથી ટ્રેન ખસી ગઈ, હજારોની ખાનાખરાબી થઈ માટે પ્લેન, ટ્રેન, બસ આદિને ઉપયોગ ન કરે એવું કહેશો ખા ! ચાલનારો અને સીડી પર ચઢનારો ભાન ન રાખે તે પડે તેથી ચાલવાનું કે ચઢવાનું બંધ ન થાય. પરણનાર રાંડે તેથી પરણવાનું બંધ કરતા નથી, વ્યાપાર કરનારા ઘણા નાદારી લે છે છતાં વ્યાપાર બંધ કરાતું નથી. તેમ દીક્ષા લઈને નાસી, ભાગી જાય, છોડી દે તેથી દીક્ષા ન અપાય એમ ન બેલાય.